હાલમાં દેશભર અને દુનિયાભરના સમુદ્રોની હાલ ગંભીરથી અતિ ગંભીર થતી જાય છે. તાજેતરના સમયમાં સમુદ્ર પ્લાસ્ટિક મળવુંએ ખૂબ સામાન્ય બાબત બની ગઈ છે. પૃથ્વીએ પાણી, જમીન, હવા, વૃક્ષો, ખોરાક બધું જ માણસને આપ્યું પરંતુ તેના બદલામાં માણસે માત્ર કચરો, પ્રદૂષણ અને એટલું પ્લાસ્ટિક આપ્યું કે છે જે હજારો વર્ષો સુધી ત્યાંને ત્યાં જ રહેશે. જમીનની સાથે સમુદ્ર પણ આ સ્થિતિથી અલગ નથી. સાયન્સ એલર્ટના રિપોર્ટ અનુસાર દર વર્ષે 12 મિલિયન મેટ્રિક ટન પ્લાસ્ટિક માણસો દ્વારા સમુદ્રમાં ફેંકવામાં આવે છે. આ પ્લાસ્ટિક માત્ર માછલીઓને જ નહિ, પરંતુ ધીમે ધીમે સમગ્ર સમુદ્રને ગળી રહ્યું છે.

રીપોર્ટે આપેલ ભયાનક આંકડાઓ 

પર્યાવરણ સુરક્ષા એજન્સીના તાજેતરના અહેવાલ મુજબ દર વર્ષે 8 થી 12 મેટ્રિક ટન પ્લાસ્ટિક દરિયામાં ફેંકવામાં આવે છે. તે જ સમયે, વિશ્વભરના મહાસાગરોની સપાટી પર પ્લાસ્ટિકના 15 થી 51 ટ્રિલિયન ટુકડાઓ તરતા જોવા મળે છે. આ રિપોર્ટ અનુસાર, દરેક ચોરસ માઈલમાં પ્લાસ્ટિકના 46000 ટુકડા તરે છે. કેલિફોર્નિયા અને હવાઈની વચ્ચે આવેલા સમુદ્રમાં બે જગ્યાઓ છે જ્યાં મહત્તમ કચરો એકઠો થાય છે.

આ સ્થિતિના કારણે 400 ડેડ ઝોન બન્યા

ડેડ ઝોન એ એવી જગ્યાઓ છે જ્યાં પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ કાં તો બહુ ઓછું હોય છે અથવા બિલકુલ નથી. વિજ્ઞાનની ભાષામાં કેટલાક લોકો તેને હાઈપોક્સિક ઝોન પણ કહે છે. હાલમાં વિશ્વમાં આવા 400 ઝોનની રચના કરવામાં આવી છે. અહીં માછલીઓને શ્વાસ લેવો મુશ્કેલ બની રહ્યો છે અને તેઓ આ ઝોનમાં તેનું જીવિત રહેવું શક્ય નથી. તેનું કારણ સમુદ્ર પર તરતું લાખો ટન પ્લાસ્ટિક છે, જે દરિયાની સપાટી પર એટલી તીવ્રતાથી ફેલાય છે કે સૂર્યપ્રકાશ પણ પાણીની નીચે પ્રવેશી શકતો નથી.

કયા દેશો સૌથી વધુ પ્લાસ્ટિક સમુદ્રમાં ઠાલવે છે?

Science.org ના રિપોર્ટ અનુસાર, સમુદ્રમાં પ્લાસ્ટિક ફેંકનાર નંબર વન દેશ ફિલિપાઈન્સ છે, જે 356,371 મેટ્રિક ટન પ્લાસ્ટિક કચરો સમુદ્રમાં ફેંકે છે. જ્યારે બીજા નંબર પર ભારત આવે છે જે દર વર્ષે 126,513 મેટ્રિક ટન પ્લાસ્ટિક કચરો દરિયામાં ફેંકે છે. આ મામલામાં મલેશિયા ત્રીજા નંબરે અને ચીન ચોથા નંબરે છે. જ્યારે ઇન્ડોનેશિયા પાંચમા ક્રમે છે, જે દર વર્ષે 56,333 મેટ્રિક ટન પ્લાસ્ટિક કચરો દરિયામાં ફેંકે છે.

તમામ કચરોમાંથી 88 થી 95 ટકા વિશ્વભરની 10 નદીઓમાંથી આવે છે 

સમુદ્રનો મોટાભાગનો કચરો વિશ્વની નદીઓ મારફતે પહોંચે છે. સાયન્સ એલર્ટ પર પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, દર વર્ષે સમુદ્રમાં પ્રવેશતા પ્લાસ્ટિક સહિત તમામ કચરોમાંથી 88 થી 95 ટકા વિશ્વભરની 10 નદીઓમાંથી આવે છે. આમાં આફ્રિકાની નાઇલ અને નાઇજર નદીઓ છે. જ્યારે બાકીની 8 નદીઓ એશિયાની છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/cqV25Kw