Image Source: Freepik

અમદાવાદ, તા. 17 જુલાઈ 2023 સોમવાર

આજના સમયમાં સ્માર્ટફોન દરેકની પાસે હોય છે અને તમામ સ્માર્ટફોન યુઝર્સ ક્યારેકને ક્યારેક એક સમસ્યાનો સામનો જરૂર કરે છે અને એ છે સ્માર્ટફોનનું સ્લો થઈ જવુ. સ્માર્ટફોનના સ્લો થવા કે પછી લેટ રિસ્પોન્ડ કરવાના કારણે મોટી તકલીફ થવા લાગે છે. સ્માર્ટફોનના સ્લો થવા પાછળ ઘણા કારણ હોય છે ઘણી વખત આ હાર્ડવેર અને સોફ્ટવેરમાં મુશ્કેલી હોવાના કારણે પણ થાય છે અને ઘણી વખત આ યુઝર્સની ભૂલના કારણે પણ થાય છે. 

જો તમારો સ્માર્ટફોન પણ ધીમી સ્પીડથી ચાલી રહ્યો હોય કે પછી તમે આવી સમસ્યાથી બચવા ઈચ્છો છો તો અમે તમને અમુક એવી ભૂલ જણાવવા જઈ રહ્યા છીએ જે યુઝર્સની તરફથી થાય છે. તમારે પણ આ કાર્યોને કરવાથી બચવુ જોઈએ. 

એપ્સને અપડેટ ન કરવી

ઘણા એવા લોકો હોય છે જે ઘણા મહિનાઓ સુધી સ્માર્ટફોનને યુઝ કરતા રહે છે પરંતુ તેઓ ડાઉનલોડેડ એપ્સને અપડેટ કરતા નથી. એપ્સ યોગ્યરીતે કામ કરે તે માટે સમયસર અપડેટ આવતી રહે છે. અપડેટમાં જૂના બગ્સ અને ખામીઓને દૂર કરી દેવામાં આવે છે જેના કારણે તે ઝડપથી કામ કરે છે. તેથી સ્માર્ટફોનની સ્પીડને વધારવા માટે ટાઈમ ટુ ટાઈમ એપ્સને અપડેટ કરતા રહેવુ જોઈએ. 

હોમ સ્ક્રીન પર ઘણા વિજિટ્સને રાખવા

ઘણા લોકોને કસ્ટમાઇઝેશન ખૂબ વધુ પસંદ હોય છે. આવા યુઝર્સ હોમ સ્ક્રીન પર ઘણી એપ્સ, શોર્ટકટ્સ અને વિજેટ્સ લગાવીને રાખે છે. જેટલા વધુ એપ્સ કે પછી વિજિટ્સ હોમ સ્ક્રીન પર હશે સ્માર્ટફોનની કામગીરી એટલી જ વધુ ડાઉન થઈ જાય છે. વધુ એપ્સ હોવાના કારણે સ્માર્ટફોનને હોમ સ્ક્રીન લોડ કરવા પર વધુ સમય લાગે છે. 

ફોનની સ્ટોરેજ સ્પેસ ઓછી હોવી

ઘણી વખત સ્માર્ટફોનના સ્લો હોવા પાછળનું એક મોટુ કારણ સ્માર્ટફોનની સ્ટોરેજનું ઓછુ હોવુ છે. ઘણા લોકો એવા હોય છે જે સ્ટોરેજ પર ધ્યાન આપતા નથી અને બધુ ડાઉનલોડ કરતા રહે છે. મેમરી ફુલ થવાથી સ્માર્ટફોન હેંગ પણ થવા લાગે છે અને જ્યારે પણ કોઈ એપ ઓપન કરશો તો આ ધીમુ પણ ચાલશે. દરમિયાન તમે મેમરી કાર્ડ લગાવીને સ્ટોરેજને વધારી શકો છો.

પોતાનો ફોન રીસ્ટાર્ટ ન કરવો

સ્માર્ટફોનને સમયસર રીસ્ટાર્ટ કરવો ખૂબ જરૂરી છે. આનાથી તેની કામગીરી પર ખૂબ મોટી અસર પડે છે. જો તમે એવા યુઝર છો જેમણે મહિનાઓથી પોતાનો ફોન રીસ્ટાર્ટ કર્યો નથી તો આ તમારા સ્માર્ટફોનના ધીમા થવાનુ મોટુ કારણ હોઈ શકે છે. ડિવાઈસને રિસ્ટાર્ટ કરવાથી સોફ્ટવેરમાં આવતી નાની-મોટી તકલીફ પણ ફિક્સ થઈ જાય છે. 

સ્માર્ટફોનનું વારંવાર ડિસ્ચાર્જ થવુ

ઘણા એવા સ્માર્ટફોન યુઝર છે જે ત્યાં સુધી સ્માર્ટફોનને ચાર્જિંગ પર નથી મૂકતા જ્યાં સુધી ફોન સંપૂર્ણપણે ડિસ્ચાર્જ ન થઈ જાય. ફોનનું વારંવાર ડિસ્ચાર્જ થવુ આના સ્લો હોવાનું એક મોટુ કારણ છે. બેટરી ડાઉન થવા કે પછી લો થવાથી ફોન પર એક્સ્ટ્રા પ્રેશર પડે છે. જો તમારા ફોનની બેટરી વારંવાર ઝીરો પરસેન્ટ પર પહોંચી જાય છે તો તમારી આ ભૂલ સ્માર્ટફોનને ખૂબ જલ્દી ખરાબ કરી શકે છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/LcrglsK