
- ચંદ્ર પર હવા જ નથી તો ધ્વજ ફરકતો કેમ દેખાય છે ?
- એક સર્વેમાં 30% અમેરિકનો જ તે મિશનને બરાબર કહે છે. રશિયાની રોસ-કોસ્મોઝ સ્પેસ એજન્સી પણ તે દાવો મોટો કરે છે
નવી દિલ્હી : અમેરિકાની સ્પેસ એજન્સી નાસા એ આજે (૨૦મી જુલાઈએ) ૧૯૬૯માં ચંદ્ર ઉપર માનવીને મોકલીને ઇતિહાસ રચી દીધો. નીલ આર્મસ્ટ્રોંગ અને બજ એલ્ડ્રીન આજથી ૫૪ વર્ષ પૂર્વે ચંદ્ર ઉપર ઉતર્યા હતા.
૧૯૫૮માં અમેરિકાએ નેશનલ એરોનોટિકલ એન્ડ સ્પેસ એજન્સી (નાસા)ની રચના કરી હતી તે પછી ૧૧ વર્ષે તેણે ચંદ્ર ઉપર માનવી મોકલ્યો હતો.
તે સમયે યુ.એસ.અને સોવિયેત સંઘ (યુ.એસ.એસ.આર) વચ્ચેસ્પેસ સ્પર્ધા શરૂ થઇ હતી. તે યુગ હતો શીત-યુદ્ધનો અંતરિક્ષ સહિત દરેક ક્ષેત્રે બંને વચ્ચે તીવ્ર સ્પર્ધા ચાલતી હતી.
સોવિયેત સંઘની અંતરિક્ષ સંશોધન સંસ્થા રૉસ કોસ્મોસ સ્પેસ એજન્સી વડાએ તો ત્યાં સુધી કહી દીધું કે અમેરિકાએ ક્યારેએ ચંદ્ર ઉપર પગ મુક્યો જ ન હતો. વાસ્તવમાં તે ખોટું જ બોલે છે. આવું જ મંતવ્ય અમેરિકાના ૩૦% લોકો ધરાવે છે. વાસ્તવમાં સોવિયેત સંઘનું સ્પેસક્રાફ્ટ લ્યુના ૯, ૧૯૬૬માં જ ચંદ્ર ઉપર ઉતર્યું હતું. તે પછી અમેરિકાએ ૧૬ જુલાઈએ એપોલો ૧૧ દ્વારા નીલ આર્મ સ્ટ્રોંગ ૧૧ ચંદ્રની ભ્રમણ કક્ષામાં પહોંચી ગયું તે પછી ૨૦ જુલાઈ ૧૯૬૯ના દિને પહેલા બે ચંદ્ર ઉપર પહોંચ્યા તેમ નાસા કહે છે, પરંતુ પ્રશ્ન તે છે કે ચંદ્ર ઉપર તો પાણી જ નથી તેથી તેઓના પગલાંની છાપ જે દર્શાવવામાં આવી છે તે છાપ પડી શકે જ નહીં, વળી ફોટોમાં અમેરિકાનો ધ્વજ ફરકતો દેખાય છે પરંતુ ચંદ્ર પર હવા જ નથી તેથી તે સંભવિત જ નથી. આમ અમેરિકાની ચંદ્રયાત્રા અનેક પ્રશ્નો ઉભા કરે છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/b23yzOs
0 Comments