MITના વૈજ્ઞાનિકોની ટીમે દાવો કર્યો છે કે તેઓ કોશિકાઓને યુવાવસ્થામાં પાછી લાવી શકાય તેવા રસાયણોની શોધ કરી છે. જેમાં તેમણે એવા અણુઓનો અભ્યાસ કર્યો છે જેનાથી કોશિકાઓની ઉંમર વધવાની પ્રક્રિયા ઉંઘી કરી શકાય અને તેને ફરીથી જીવંત કરી શકાય. 

વધતી ઉંમરને રોકી શકે તેવા રસાયણોની શોધ

ઘરડાપણું રોકવા માટે વૈજ્ઞાનિકો સતત પ્રયોગો કરતાં રહે છે. તેવામાં હાર્વર્ડ મેડિકલ સ્કૂલ અને મૈસાચુસેટ્સ ઇંસ્ટીટ્યૂટ ઑફ ટેક્નોલૉજી (MIT)ના વૈજ્ઞાનિકોની એક ટીમે દાવો કર્યો છે કે તેમણે શરીરની કોશિકાઓને યુવા અવસ્થામાં ફરી લાવી શકે તેવા રસાયણોની શોધ કરી છે. અગાઉ આ ખૂબ જ શક્તિશાળી જીન થેરોપીથી શક્ય હતું. Journal Aging - USમાં પ્રકાશિત લેખમાં આ થેરાપીમાં ઘરડી કોશિકોઓને   IPSCમાં પરિવર્તિત કરી શકાય . આ સંશોધનને 2012માં નોબેલ પુરસ્કાર પણ મળ્યો હતો.

એક જ ગોળીથી માણસોને બનાવી શકાશે યુવાન

આ નવા અધ્યયનમાં સંશોધનકર્તાઓએ તેવા અણુઓની શોધ કરી છે જે કોશિકાઓની ઉંમર ઉલટવાની સંભાવનાઓ ધરાવતા છે. જેનાથી માનવ કોશિકાઓને ફરીથી જીવંત કરી શકાય છે. સંશોધનમાં 6 રસાયણના મિશ્રણની શોધ થઇ છે જે એક જ અઠવાડિયામાં ફરીથી યુવા અવસ્થા મેળવવામાં મદદ કરી શકે છે. આ સંશોધનની મદદથી મનુષ્ય શરીરમાં વધતી ઉંમર, ઉંમર સંબંધિત બિમારીઓ તેમજ ઇજાઓની ટ્રીટમેન્ટમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે છે. એપ્રિલ 2023માં વાંદરોના આંધળાપણને ઉલટાવવાના પ્રયોગમાં સકારાત્મક પરિણામ મળ્યા બાદ હવે આ ટ્રાયલ માણસો પર પણ કરવામાં આવશે. જો માણસો પર આ આ ટ્રાયલ સફળ થાય તો એક જ ગોળીથી ઘરડાપણાને ઉલટાવી શકાશે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/apdXgu3