image : website


શુક્રવાર અને શનિવારે ફરી એક વખત શિમલાવાસીઓ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન નિહાળી શકશે. આ બાદ 10 જુલાઈના રોજ સૌથી લાંબા સમય એટલે કે 12 મિનીટ સુધી તેને નિહાળી શકાશે. એક ચમકતા તારા સ્વરૂપે સ્ટેશન જોવા મળશે તેમજ જમીનથી 400 કિલોમીટર ઉપર અંતરીક્ષમાં હશે. વિજ્ઞાનના વિધાર્થી અને પ્રવાસીઓ માટે તે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. 

આ વખતે તે લાંબા સમય સુધી જોવા મળી શકે છે

આ વખતે તે લાંબા સમય સુધી જોવા મળી શકે છે. સ્પેસ સ્ટેશનમાં અમેરિકા, રશિયા, કઝાકિસ્તાન અને અન્ય દેશોના સાત વૈજ્ઞાનિકો છે. આ વખતે, વૈજ્ઞાનિકો અભ્યાસ કરી રહ્યા છે કે માઇક્રો ગ્રેવિટીમાં હૃદયના કોષો કેવી રીતે કાર્ય કરે છે. આ સિવાય સૂક્ષ્મજીવાણુઓ માઈક્રો ગ્રેવિટીમાં કેટલું અંતર કાપી શકે છે તેનો પણ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

નાસાએ જાહેર કરી માહિતી 

નાસા દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર આ સ્ટેશન 10 જુલાઈના રોજ બે વખત જોવા મળશે. એકવાર તે સવારે 4.30 વાગ્યાથી પાંચ મિનિટ માટે દેખાશે. આ સમયે તે અવકાશમાં ઉત્તરથી પૂર્વ તરફ જતું જોવા મળશે. 10 જુલાઈએ જ રાત્રે 9:08 વાગ્યે તે દક્ષિણ-પશ્ચિમથી ઉત્તર-પૂર્વ તરફ પસાર થતું મળશે.

આજે અને કાલે એક મિનિટ માટે જોઈ શકાશે 

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન શુક્રવાર અને શનિવારે મધ્યરાત્રિ પછી માત્ર એક મિનિટ માટે દેખાશે. શુક્રવારે બપોરે 2:53 વાગ્યે તેને ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફ આગળ વધતા જોઈ શકાશે. 1 જુલાઈના રોજ, મધ્યરાત્રિ પછી સવારે 2:06 વાગ્યે, તમે તેને અવકાશમાં ઉત્તરથી ઉત્તરપૂર્વ તરફ જતા જોઈ શકશો.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/SBDed1w