એલન મસ્ક ખુલીને પોતાની વાત કરવા માટે જાણીતા છે. પરંતુ જ્યારથી થ્રેડ્સ એપ લોન્ચ થઇ છે અને લોકોનો થ્રેડ્સ એપને ખુબ પ્રેમ મળ્યો છે, ત્યારથી એલન મસ્કની ચિંતા વધી ગઈ છે. એલન મસ્ક ટ્વીટરની ટક્કરમાં લોન્ચ થયેલી થ્રેડસની લોકચાહના જોઇને ચિંતામાં છે. લગભગ એ જ કારણે એલન મસ્ક લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. થ્રેડસ એપ લોન્ચ થતા જ 100 મિલિયન એટલે કે 10 કરોડ લોકોએ લોગિન કર્યું હતું. આવું પહેલીવાર જોવા મળ્યું કે કોઈ એપને લોન્ચિગના 5 જ દિવસમાં 10 કરોડથી વધુ લોકોએ ડાઉનલોડ કર્યું હોય. આ રેકોર્ડ ની સાથે જ થ્રેડસ એપ એ ChatGTPનો સૌથી ફાસ્ટ ડાઉનલોડ એપનો રેકોર્ડ તોડી નાખ્યો છે.  જેના કારણે મસ્ક અને તેમની કંપનીના સીઈઓએ ટ્વીટરના બચાવ માટે મજબુર થવું પડયું છે.

તૂટી શકે છે ટ્વીટરનો રેકોર્ડ

ગયા વર્ષે જુલાઈમાં ટ્વીટર યુઝર્સ લોકો 240 મિલિયન એટલે કે 24 કરોડ હતા. જોકે એલન મસ્કે ટ્વીટર ખરીદ્યા બાદ અને ટ્વીટર મોનીટાઈઝેશન પછી ટ્વીટર યુઝર્સમાં ઘટાડો જોવા મળ્યો છે. જોતા એવું લાગે છે કે ટુંક સમયમાં થ્રેડના યુઝર્સ ટ્વિટર કરતા વધારે હશે.   

એલન મસ્કે આપવી પડી સ્પષ્ટતા

થ્રેડસની સફળતા બાદ ટ્વિટરના બચાવ માટે એલન મસ્ક અને કંપનીના CEO લીંડાએ મેદાનમાં ઉતરવું પડ્યું. લીંડાએ ટ્વિટરના વખાણ કરતા ટ્વિટ કરીને થ્રેડ્સ એપને ટાર્ગેટ કરી છે. તેમણે કહ્યું છે કે, હું તમને થ્રેડસમાં લટકાવી રાખવા નથી માંગતી. ટ્વિટર સતત રેકોર્ડ બનાવી રહ્યું છે. ટ્વીટરે ફેબ્રુઆરી પછી સૌથી વધુ યુઝર્સ હાંસલ કર્યા છે. તેના જવાબમાં એલન મસ્કે કહ્યું કે "પ્રતિ યુઝર્સ અને સ્ક્રીન ટાઇમના મામલે એન્ડ્રોઇડ અને ios પ્લેટફોર્મ પર ટ્વીટર ગેમ કરતા વધુ પસંદ કરવામાં આવે છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/cq2XfKW