image : Twitter


ટ્વિટર પર એક વર્લ્ડવાઈડ સમસ્યા સર્જાઈ છે. હજારો યૂઝર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને એક્સેસ કરતાં રોકવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ કરી રહ્યા છે. અનેક યૂઝર્સે ટ્વિટ જોવા કે પોસ્ટ કરવાના પ્રયાસ કરતાં ‘cannot retrieve tweets’ એરર મેસેજ દેખાતો હોવાની ફરિયાદ કરી હતી. 

થોડાક સમય માટે પડી તકલીફ 

ભલે આ સમસ્યા થોડાક સમય માટે આવી હતી પણ અડચણ બાદ હજારો યૂઝર્સે તેના અનુભવ શેર કરવા માટે માઈક્રો બ્લોગિંગ સાઈટનો સહારો લીધો હતો. અમુક શેર કરાયેલા મિમ્સમાં ટ્વિટરના પ્રમુખ ઈલોન મસ્કને પ્લેટફોર્મને બહાલ કરવાની દિશામાં વ્યસ્ત દેખાડાયા હતા. 

ડાઉન ડિટેક્ટર પર ફરિયાદો મળી 

ઓનલાઈન સેવાઓ પર નજર રાખતી વેબસાઈટ ડાઉન ડિટેક્ટર અનુસાર અત્યાર સુધી ટ્વિટર સાથે સમસ્યાની લગભગ 4000 ફરિયાદો આવી હતી. જેમાં અમુક યૂઝર્સે ‘Rate limit exceeded error message’ મેસેજ દેખાયાની માહિતી આપી હતી. જોકે ટ્વિટરે અત્યાર સુધી આ આઉટેજનો સ્વીકાર કર્યો નહોતો અને સમસ્યાના કારણ માટે પણ કોઈ સ્પષ્ટતા કરી નથી. 




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/8IqrFv2