Image Envato 

તા. 19 જુલાઈ 2023, બુધવાર 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવાનું વધુ મજેદાર બની ગયું છે. આ માટે કંપનીએ  કેટલાક ટેમ્પલેટસને અપગ્રેડ કર્યા છે. તેનાથી યુજર્સ શાનદાર રીલ્સ બનાવી શકશે. કંપનીએ તેના બ્લોગપોસ્ટમાં કહ્યું છે કે અમે તમારા માટે એક નવું અને વધુ સારું ટેમ્પલેટ બ્રાઉઝર રજૂ કરી રહ્યા છીએ. આ તમારી આગામી રીલ માટે ઇન્સ્પિરેશન શોધવાનું સરળ બનાવશે.

નમૂનાઓનું કેટેગરી મુજબનું બ્રાઉઝિંગ :

અહેવાલ મુજબ, હવે, યુજર્સ ટેમ્પલેટ બ્રાઉઝરમાં કેટેગરી દ્વારા નમૂનાઓ બ્રાઉઝ કરી શકે છે. જે રેકમંડેડ, ટ્રેડીંગ અને તેના દ્વારા સેવ કરેલા     ટેમ્પલેટ અને ઓડિયો દ્વારા ગોઠવાયેલ છે. રીલ્સમાં ટેમ્પલેટ બાય બટન પર ક્લિક કરીને યુજર્સએ પણ જોઈ શકે છે કે બીજાએ ટેમ્પલેટનો ઉપયોગ કેવી રીતે કર્યો છે. જે યુજર્સને ઉદાહરણ સાથે પુષ્ઠ પર લઈ જશે અને લોકો કેવી રીતે ક્રીયેટર્સ બન્યા અને પોતાની ક્રીયેટીવીટી ઉમેરી એ જોવા મળશે.

ટેમ્પ્લેટ બનાવથી અને એડિટ કરવાથી એક્સપીરીયન્સ વધશે :

પ્લેટફોર્મે વધુમાં કહ્યું કે તે ટેમ્પલેટ બનાવવા અને એડીટના અનુભવને વધારી રહ્યું છે. જે માત્ર થોડા જ ટેપમાં યુઝર્સની રીલ્સને વધુ સારી બનાવામાં મદદ કરશે. તેમાં જ્યારે તમે આજે ટેમ્પલેટમાંથી બનાવો છો, ત્યારે ઑડિયો, ક્લિપ્સની સંખ્યા, ક્લિપનો સમયગાળો અને AR ઈફેક્ટ્સ આપમેળે તમારી રીલમાં ઉમેરવામાં આવશે. IANS ની ખબર પ્રમાણે આવનારા સપ્તાહમાં Instgram ઓરીજનલ રીલ્સમાં વપરાયેલા ટેક્સ અને ટ્રાન્જીશન ને ઓટોમેટીક ઉમેરવાનું શરુ કરશે. 

યુજર્સને મળશે આ પરમીશન :

અહેવાલ મુજબ, ટેમ્પલેટ કસ્ટમાઇઝ કરી શકાય તેવા હશે,જે યુજર્સને જોડવા કે હટાવા,ઓરીજન કલીપને એડજસ્ટ કે એડિટ કરવાની પરમીશન આપશે. Instagram એ કહ્યું કે હવે રીલ્સ બનાવવી અને શેર કરવાનુ સરળ અને વધુ મજેદાર બનાવા માટે રીલ્સ ટેમ્પલેટ ફીચર નુ નિર્માણ ચાલુ રહેશે. ગયા અઠવાડિયે જ, Meta એ જાહેરાત કરી હતી કે તે Instagram અને Messenger પર રીઅલ ટાઈમ અવતાર કૉલ્સ શરૂ કરી રહ્યા છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/nXjPSwJ