Image Envato 

તા. 22 જુલાઈ 2023, શનિવાર 

ભારતના ઓટો માર્કેટમાં એક -એકથી ચડિયાતી કારો જોવા મળે છે. અને દરેક કારમાં ટાયર મહત્વના ગણાય છે, અને તેના માટે અલાઈનમેન્ટ કરવું સૌથી જરુરી છે, અને જો તમે આ નહી કરાવો તો ગમે ત્યારે રસ્તામાં હેરાન થવાનો વારો આવી શકે છે, આવો આજે તમને તેના વિશે વિગતે માહિતી આપીએ. 

કેમ જરુરી છે વ્હીલ એલાઈનમેન્ટ

કાર ચલાવતી વખતે કારનું સંપુર્ણ વજન ટાયર પર આવતું હોય છે,આ ઉપરાંત રસ્તા પર ખાડા વગેરેના કારણે ટાયરને નુકસાન થાય છે. ઘણી વખત કાર એક તરફ જ ચાલવા લાગે છે. આવી સ્થિતિમાં કારના વ્હીલનું અલાઈનમેન્ટ કરાવવું જરૂરી હોય છે.

સસ્પેન્શન ખરાબ જાય છે

જો તમે સમયસર કારના વ્હીલ્સનું અલાઈનમેન્ટ નહીં કરાવો તો કારને મોટું નુકસાન થઈ શકે છે. તેના કારણે જોખમ વધી શકે છે. અને ધીમે-ધીમે કારનું સસ્પેન્શનર ખરાબ થઈ જાય છે. અને તેની અસર કારના સ્ટિયરિંગ પર પણ થવા લાગે છે. અને એક પછી એક અન્ય ભાગો પણ ઝડપથી બગડવા લાગે છે. અને તેને રિપેર કરાવવા વધારે ખર્ચ કરવો પડતો હોય છે.

ટાયર પર પણ અસર થાય છે

જો તમે વ્હીલ અલાઈનમેન્ટ ન કરાવો તો કારના ટાયરને પણ અસર થાય છે. કેટલીકવાર ટાયર કોઈ એક સાઈડમાં ઝડપથી ખસી જાય છે. જેના કારણે કાર ચલાવવામાં ગ્રીપ ઓછી આવે છે અને તેના કારણે એક્સીડેન્ટ થવાનો ખતરો વધી જાય છે. આવામાં તમારે કારનું ટાયર બદલવું પડે છે. જેનો ખર્ચ વધી છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/txavufT