Image NASA

તા. 3 જુલાઈ 2023, સોમવાર

નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલીસ્કોપે શનિ ગ્રહની તસ્વીર લીધી છે. પહેલી વાર શનિ ગ્રહની વલયોવાળી આટલી શાનદાર તસ્વીર સામે આવી છે, જેમ્સ વેબે આ ફોટો 25 જૂન 2023ના રોજ લીધો હતો. તસ્વીરને નીયર ઈંફ્રારેડ કેમેરા (NIRcam)થી લેવામાં આવી છે. તસ્વીરમાં બહુ જ અંધારુ છે. માત્ર તેની વલયો અને શનિના ત્રણ ચંદ્રમા ચમકતા જોવા મળે છે.

સુર્યના કિરણો ત્યા રિફલેક્ટ થાય છે. તેના કારણે તે ભારે કોન્ટ્રાસ્ટ બનાવે છે

આ અંધારાનું કારણ મીથેન ગેસ બતાવવામાં આવે છે. જે વાયુમંડળ પર પડતા સુર્યના કિરણોને શોષી લે છે. તો વલયો બર્ફીલા છે. આ સુર્યના કિરણો ત્યા રિફલેક્ટ થાય છે. તેના કારણે તે ભારે કોન્ટ્રાસ્ટ બનાવે છે. શનિની આ તસ્વીરમાં એક ચમકતો તારા જેવો દેખાઈ રહ્યો છે. શનિના 145 ચંદ્રમાઓમાંથી 3 ચાંદ જોવા મળ્યા હતા. આ એનસેલડસ, ડાયોન અને ટેથિસ છે. 

ગ્રહની ઉપર ગોળાર્ધમાં ગરમીની સિઝન ચાલી રહી છે

ગ્રહના ઉત્તર અને દક્ષિણી ધ્રુવોની વચ્ચે અંતર જોવા મળે છે. ગ્રહની ઉપર ગોળાર્ધમાં ગરમીની સિઝન ચાલી રહી છે. તો દક્ષિણમાં ઠંડી પુરી થવા જઈ રહી છે. નાસાના કહેવા પ્રમાણે ઉત્તરી ધ્રુવ મોસમી ફેરફારના કારણે અંધારામાં જોવા મળે છે. ઉત્તરની દિશામાં આ એયરોસોલને અસર કરે છે, તેની પહેલા JWST એ ગુરુ, નેપચ્યુન અને યુરેનસ ગ્રહોની શાનદાર તસ્વીરો મોકલી છે.   



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/xRI9upC