![]() |
| Image Twitter |
તા. 5 જુલાઈ 2023, બુધવાર
ચીનના એક વિવાદાસ્પદ વૈજ્ઞાનિક જિયાનકુઈએ દાવો કર્યો છે કે તે લોકોના ઘડપણને રોકી શકે છે. તેણે માનવ ભ્રૂણમાં ફેરફાર કરી આ પ્રયોગ કરવા માટે પ્રયોગ બતાવ્યો છે જેના કારણે મોટો વિવાદ ઊભો થયો છે.
એક વિવાદાસ્પદ પ્રયોગ પછી વિશેષ ચિકિત્સા પદ્ધતિ અપનાવવા બદલ તેમને દોષિત જાહેર કરાયા
જિયાનકુઈએ વર્ષ 2018માં એક ખુલાસો કર્યો હતો તેમાં કહ્યુ હતું કે, તેણે પહેલું જીન સંશોધિત બાળક પેદા કર્યુ હતું. જેમા એક વિવાદાસ્પદ પ્રયોગ પછી વિશેષ ચિકિત્સા પદ્ધતિ અપનાવવા બદલ તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. અને તેની સાથે ત્રણ વર્ષની જેલ થઈ હતી. ગયા વર્ષે જેલમાથી છુટ્યા પછી તેમણે બેઈજીંગમાં એક રિસર્ચ લેબ ખોલવા માટેની ઘોષણા કરી હતી જેથી કરીને સ્વાસ્થ્ય નિષ્ણાતો પણ ચોંકી ગયા છે.
જિયાનકુઈના આ શોધ બાદ થઈ ઘણી ટીકાઓ
જિયાનકુઈએ આની પહેલા જે શોધ કરી છે. તેની ઘણી ટીકાઓ થઈ હતી. તેની શોધને સ્વાસ્થ્ય નિષ્ણાતો અનૈતિક અને ખતરનાક માની રહ્યા છે, અને તેમનુ કહેવુ છે કે તેનાથી મનુષ્યના ડીએનએ આવતીકાલની પેઢીઓને અસર કરશે.
જિયાનકુઈએ તેની આ શોધ વિશે ટ્વીટરમાં પણ વાત મુકી હતી. જેમા તે કહી રહ્યા છે કે શોધમાં એડિટેડ જીનવાળા ઉંદરના ભ્રુણ સામેલ હશે અને ફરી યુગ્મનજ એટલે કે માનવીના અંડાણુ સામેલ કરવામાં આવશે. જેથી અ જાણી શકાય કે આ મ્યુટેશન અલ્જાઈમર બીમારી અસર કરે છે કે નહી.
વૃદ્ધ થતી આબાદી સામાજીક, આર્થિક મુદ્દા અને ચિકિત્સા પ્રદ્ધતિ પર મહત્વ રાખે છે
ચીની વૈજ્ઞાનિકે દેશમા વધતી જતી આબાદીના બોઝ વિશે વાત કરતા કહ્યું હતું કે ખૂબ જ ઝડપથી વૃદ્ધ થઈ રહેલા લોક વિશે લખ્યુ હતુ કે, વૃદ્ધ થતી આબાદી સામાજીક, આર્થિક મુદ્દા અને ચિકિત્સા પ્રદ્ધતિ પર દબાણના કારણ ખૂબ જ મહત્વ રાખે છે. જો કે અમારી પાસે અલ્જાઈમર માટે કોઈ અસરકારક દવા નથી. પરંતુ પ્રેગનેન્સી દરમ્યાન કોઈપણ માનવ ભ્રુણનું પ્રત્યારોપિત કરવામાં નહી આવે અને આ પ્રયોગ પહેલા સરકારની મંજુરી લેવામાં આવશે.
તે આનુવંશિક ફેરફાર કરી અલ્જાઈમરને રોકવા માંગે છે
તેમના આ સંશોધન પ્રસ્તાવ પર સિંગાપોરની નાન્યાંગ ટેક્નોલોજિકલ યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર પીટર ડ્રોગેએ કહ્યું, સ્પષ્ટ રુપે કહેવામાં આવે તો આ તેમનું પાગલપન છે. અને નૈતિકતાની દ્રષ્ટિએ આ ખોટુ છે. આટલુ જ નહી, કોઈ રોગના ઈલાજ માટે લોકોના જીનમાં ફેરફાર કરવો મતલબ તેના આખા જીવનમાં ગંભીર અસર કરી શકે છે. તે પણ એક રોગ માટે આ બધું કરવાની વાત છે જેનું કારણ માત્ર આનુવંશિક નથી
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/SyED5JZ

0 Comments