ગુગલ પ્લે પર એન્ડ્રોઈડ યુઝર્સને ટાર્ગેટ કરતાં માલવેર ફેમેલીના નવા બે વાઇરસ ખૂબ જ ઝડપથી ફેલાઇ રહ્યો છે. જે ક્રિપ્ટો કરન્સી ક્રેડેશિયલ, ફંડ ટ્રાન્સફર અને ઑપ્ટિકલ કેરેક્ટર રિકગ્નિશનનો ઉપયોગ કરીને ફ્રોડ કરી રહ્યાં છે.

ચૈરી બ્લોસ અને ફેક ટ્રેડ નામના બે વાઇરસ 

માલવેર ફેમિલીના ચૈરી બ્લોસ અને ફેક ટ્રેડ નામના બે વાઇરસ ગુગલ પ્લેમાં એન્ડ્રોઇડ યુઝર્સને ટાર્ગેટ કરી રહ્યાં છે. આ વાઇરસ ક્રિપ્ટો કરન્સીના ક્રેડેન્શિયલ સાથે જ ફંડ પણ ચોરે છે સાથે જ ઑપ્ટિકલ કેરેક્ટર રિકગ્નેશન (OCR)નો ઉપયોગ કરે છે. સાઇબર સુરક્ષા પર કામ કરતી એક સૉફ્ટવેર કંપની ટ્રેંડ માઇક્રો અનુસાર બંને વાઇરસ એક જ નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્ટિફિકેટ્સનો ઉપયોગ કરી રહ્યા છે. આથી એ તારણ કાઢી શકાય કે આ વાયરસ સમાન વ્યક્તિઓ દ્વારા જ ડેવલપ કરવામાં આવ્યો હશે. 

ચેરી બ્લોસમ માલવેર વિશે સૌ પ્રથમ વખત 2023માં માહિતી સામે આવી

કોઇ પણ એપ અલગ અલગ માધ્યમોથી ડાઉનલોડ થાય છે જેમ કે સોશિયલ મીડિયા, ફિશિંગ વેબસાઇટ અને ગુગલ પ્લે સ્ટોર. ચેરી બ્લોસમ માલવેર વિશે સૌ પ્રથમ વખત 2023માં માહિતી સામે આવી હતી. આ વાઇરસ જીપીટૉક, હેપ્પી માઇનર, રોબોટ999 નામના એપીકે ફ્રોર્મેટમાં ટેલીગ્રામ, ટ્વિટર અને યૂટ્યુબના માધ્યમથી એઆઇ ટૂલ અથવા ક્રિપ્ટો કરન્સીના રૂપમાં અનઅધિકૃત રૂપમાં માહિતી લેતું હતું. ડાઉનલોડ થયા બાદ આ વાઇરસ વ્યક્તિની માહિતી લઇ લે છે બાદમાં વ્યક્તિની માહિતી પણ બદલી શકે છે, સાથે જ ફોટો અને ઇમેજ પરના ટેક્સ્ટને કોપી કરી લે છે. 

OCRની મદદથી તેના ટેક્સ કોપી કરશે 

એક રિસર્ચરે દાવો કર્યો છે કે   વાયરસને પરમિશન એટલે તરત જ તે સૌથી પહેલા એક્સટર્નલ સ્ટોરીઝ સાથે પિક્ચર્સ રીડ કરશે અને ઓસીઆરની મદદથી તેના ટેક્સ કોપી કરશે અને ચોક્કસ અંતરાલમાં તેને સી એન્ડ સી સર્વર પર અપલોડ કરશે. રિસર્ચરે એવું પણ જણાવ્યું હતું કે આ વાયરસ યુક્ત એપ્લિકેશન જાહેરાત દેખાડીને, સબસ્ક્રીપ્શન આપવાની લાલચ આપે છે.




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/JpajlGE