
ઈઝરાયેલમાં ડોક્ટરો દ્વારા 12 વર્ષના બાળકની ચમત્કારિક સર્જરી કરીને તેનો જીવ બચાવવામાં આવ્યો છે. ડોક્ટરો દ્વારા કરોડરજ્જુથી છુટા પડી ગયેલા તેના માથાના ભાગને ઓપરેશન કરીને ફરીથી જોડી દેવામાં આવ્યો છે. ઈઝરાયેલના એક અખબારના અહેવાલ પ્રમાણે સુલેમાન હસન નામનો 12 વર્ષનો એક કિશોર સાઈકલ ચલાવતો હતો ત્યારે તેનો એક કાર સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તેની ખોપડી અને કરોડરજ્જુનો સાંધો અંદરથી તૂટી ગયો હતો. ડોક્ટરો તેને ઈન્ટરનલ ડિકેપિટશન કહે છે. તેના કારણે તેની સ્થિતિ અત્યંત નાજુક થઈ ગઈ હતી. તેનું માથું અંદરથી તેના ગળાથી છૂટું પડી ગયું હતું. ડોક્ટરો દ્વારા આ ક્રિટિકલ સર્જરી કરીને કિશોરને બચાવી લેવાયો છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે છોકરાની સ્થિતિ હવે ઘણી સારી છે.
શું હોય છે ઈન્ટરનલ ડિકેપિટેશન?
જાણકારોના મતે આપણા શરીરમાં જેમ ચામડી દ્વારા આખું શરીર બહારના ભાગે જોડાયેલું હોય છે તેમ અંદરથી પણ વિવિધ સાંધા દ્વારા શરીરના વિવિધ ભાગો જોડાયેલા હોય છે. માથાની વાત કરીએ તો આંતરિક રીતે કરોડરજ્જુનો ઉપરનો ભાગ અને ખોપડીનો નીચેનો ભાગ ચોક્કસ માંશપેશીઓ અને સ્નાયુઓ દ્વારા જોડાયેલો હોય છે. વ્યક્તિને જ્યારે કોઈ ગંભીર અકસ્માત થાય ત્યારે તેના કરોડરજ્જુના સૌથી ઉપરના ભાગ એટલે કે ટોપ વર્ટિબ્રેને ખોપડીની નીચેના ભાગ સાથે જોડાતી માંસપેશીઓનો મોટો ઝાટકો લાગે છે. તેના કારણે તે ફાટી જાય છે અને આંતરિક રીતે છુટા પડી જાય છે. તેને આંતરિક રીતે માથું ધડથી અલગ થઈ ગયું તેવું કહેવામાં આવે છે.
એક મહિનામાં તો બાળકને રજા આપી દેવાઈ
ડોક્ટરોએ જણાવ્યું કે, હકિકતે તો આ ઘટના જૂન મહિનામાં બની હતી. સુલેમાનને ગત મહિને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. તે વખતે તેની સ્થિતિ અત્યંત વિકટ હતી. તે જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાતો હતો. તેના ઉપર કલોકો સુધી સર્જરી કરવામાં આવી હતી. તેના જેવા કેસમાં મોટાભાગે દર્દી બચતો નથી. નાની ઉંમરે સફળ ઓપરેશન થવું તે ચમત્કારથી મોટું કંઈ જ ન કહી શકાય. તેને એક મહિના પછી હવે તો રજા પણ આપી દેવાઈ છે. હાલમાં તેની ફિઝિયોથેરાપી ચાલી રહી છે જે કેટલાક મહિના ચાલશે અને ત્યારબાદ તે સામાન્ય જીવન જીવી શકશે.
મગજની મુખ્ય નસો જોડાયેલી હતી તેથી બચી ગયો
સુલેમાનની સર્જરી કરનાર ડોક્ટરોએ વધુમાં જણાવ્યું કે, સુલેમાનની સ્થિતિ વિકટ હતી. તેની ખોપડી અને વર્ટેબ્રા છુટા પડી ગયા હતા. સદનસીબે તેના કરોડરજ્જુ અને મગજને જોડતી મુખ્ય નસો કપાઈ ગઈ નહોતી કે ફાટી ગઈ નહોતી. તેના કારણે તેના મગજમાં લોહીનું પરિભ્રમણ ચાલું હતું. તેના કારણે તેને હેમરેજ થયું નહીં. જો તેની નસો ફાટી ગઈ હોત તો તેનું ઘટનાસ્થળે જ મોત થયું હોત. આવા અકસ્માતોમાં વ્યક્તિની બ્રેન ડેડ થવાની શક્યતાઓ વધારે રહેલી છે. તેની ખોપડી અને કરોડરજ્જુને જોડવા માટે બોન ગ્રાફ્ટ્સ, સર્જિકલ રોડ, સ્ક્રૂ, પ્લેટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હાલમાં સુલેમાનને કોઈ ન્યુરોલોજિકલ સમસ્યા નથી. તેના શરીરના સેન્સિસ યોગ્ય રીતે ચાલી રહ્યા છે. તેના શરીરમાં ક્યાયં શિથિલતા આવી નથી. તેને હજી સાજા થવામાં અને સામાન્ય થવામાં થોડો વધારે સમય લાગશે. તે ત્યારબાદ કુદરતી રીતે પોતાની ગર્દનનું હલનચલન સામાન્યપણે કરી શકશે.
ઈન્ટરનલ ડિકેપિટેશનના એકાદ ટકા જ કેસ જોવા મળે છે
ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે ઈન્ટરનલ ડિકેપિટેશન મોટાભાગે જીવલેણ સાબિત થતું હોય છે. તેઓ જણાવે છે કે, આવી 100 કિસ્સા બનતા હોય તેમાંથી 70 કિસ્સામાં તો ઘટના સ્થળે જ મોત થતા હોય છે. તે સિવાય આઠ-દસ ટકાનું હોસ્પિટલ પહોંચતા કે સારવાર સમયે મોત થતું હોય છે. ખૂબ જ ઓછા કિસ્સામાં જીવ બચતો હોય છે. ડોક્ટરો એવું પણ માને છે કે, વિશ્વમાં જે અકસ્માતોના અને તેનાથી થતાં મોતના કેસ આવે છે તેમાં ઈન્ટરનલ ડિકેપિટેશનના 1 ટકા જ કેસ હોય છે. સામાન્ય રીતે ઘટના સ્થળે જ વ્યક્તિનું મોત થઈ જતું હોવાથી ઈન્ટરનલ ડિકેપિટેશન થયું છે કે નહીં તેની પણ જાણ થતી નથી. એક અહેવાલ પ્રમાણે અત્યાર સુધીમાં આવી 16 કિસ્સા જ પ્રકાશમાં આવ્યા છે. તેમાં પણ આ કિસ્સાઓમાં શું થયું તે અંગે વધારે વિગતો જાહેર થઈ નથી.

ઈન્ટરનલ ડિકેપિટેશન આ રીતે થાય છે
• જ્યારે ખોપડીનો ભાગ આંતરિક રીતે ઝાટકા સાથે કરોડરજ્જુથી છૂટો પડી જાય છે તેને ઈન્ટરનલ ડિકેપિટેશન કહેવાય છે
• શરીરમાં ખોપડી સી1 વર્ટેબ્રેની ઉપર લિગામેન્ટ્સ અને મસલ્સ દ્વારા જોડાયેલી હોય છે
• સર્વાઈકલ વર્ટેબ્રે
• અકસ્માતમાં આંતરિક રીતે ખોપડી અને કરોડરજ્જુ તૂટી જાય છે પણ બહારથી ચામડીના કારણે તે જોડાયેલા હોય છે
• આર્ટરી
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/5CUtFn0
0 Comments