![]() |
| Image envato |
તા. 7 જુલાઈ 2023, શુક્રવાર
હમણાં છેલ્લા અઠવાડિયાથી દેશનાં વિવિધ રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને તેની સાથે વીજળી પણ જોરદાર થતી જોવા મળે છે. હાલમાં જ 2 -3 દિવસ પહેલા જ દેશના દિલ્હીથી લઈને ઉત્તર પ્રદેશ અને બિહારમાં વીજળી પડવાની ઘટનાઓ જોવા મળી છે. અને તેમા આકાશમાં વીજળી થવા સાથે સાથે અવાજ પણ ભયંકર થતો હોય છે. અને ક્યારેક તે જમીન પર પડતી હોય છે.
આ શખ્સે પહેલીવાર કહ્યુ હતુ કે આકાશમાં વીજળી કેવી રીતે થાય છે
1872 માં વૈજ્ઞાનિક બેંજામિન પહેલો એવો શખ્સ છે જેણે વીજળીના ચમકારા વિશે વાત કહી છે. તેમણે કહ્યુ હતું કે, જ્યારે આકાશમાં વાદળો છવાયેલા હોય છે તો તેમા રહેલુ પાણી અને નાના-નાના હવાના ઘસારાના કારણે ચાર્જ થાય છે. જેમા કેટલાક વાદળો પર તેની પોઝીટીવ ચાર્જ થાય છે તો કેટલાક વાદળો પર નેગેટીવ ચાર્જ આવે છે. પરંતુ જ્યારે આ બન્ને પ્રકારના ચાર્જ વાળા વાદળો મળે છે, ત્યારે તેમના મળવાથી લાખો વોલ્ટની વીજળી પેદા થાય છે.
અવાજ કેમ આવે છે
આકાશમાં આ રીતે વીજળી પેદા થયા બાદ તે વાદળોની વચ્ચે જગ્યા હોય છે. અને ત્યાથી વીજળીની ધારા વહે છે અને તેમા બહુ જ મોટા પ્રમાણમાં ચમક પેદા થાય છે. અને વીજળીની ધારામાથી બહુ જ ગરમી પેદા થાય છે. અને તેમાથી હવા ફેલાય છે અને તેના કરોડો કણ અંદરો અંદર એકબીજા સાથે ટકરાય છે. અને જેના કારણે તેમાથી મોટો અવાજ થાય છે.
કેવી રીતે તે કોઈ ઈમારત કે મોટા વૃક્ષ ઉપર પડે છે
જ્યારે ચાર્જ થયેલા વાદળો પૃથ્વી પર કોઈ ઊંચા ઝાડ કે ઈમારત પાસેથી પસાર થાય છે, ત્યારે ઝાડ કે ઈમારતમાં તેના ચાર્જ સામે વિપરીત ચાર્જ પેદા થાય છે, અને તેમા આ માત્રા વધારે હોય છે ત્યારે વાદળમાંથી વીજળી તે મકાન કે ઝાડ પડે છે, અને આને જ વીજળી પડવી કહેવામાં આવે છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/aC1pbcl

0 Comments