Image Source: Twitter

- 2015માં આ જ દિવસે મધ્ય પ્રદેશના ઈન્દોરમાં એક રેસ્ટોરન્ટે 51 ઓપ્શન રજૂ કરીને પાણીપૂરીના સૌથી વધુ સ્વાદ પરોસવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો

નવી દિલ્હી, તા. 12 જુલાઈ 2023, બુધવાર

પાણીપુરીનું નામ સાભળતાંની સાથે જ દરેકના મોઢામાં પાણી આવી જાય છે. ખાસ કરીને મહિલાઓ પાણીપુરીની ખુબ શોખીન હોય છે. પાણીપુરી એ ભારતનું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. કરોડો લોકો દ્વારા યુઝ કરવામાં આવતુ ગૂગલ મોટા ભાગે પોતાના ડૂડલ દ્વારા કોઈક ને કોઈક વિશેષ દિવસનો જશ્ન મનાવતું હોય છે. આ જ સબંધે આજે ગૂગલે ભારતના પોપ્યુલર સ્ટ્રીટ ફૂડ 'પાણીપૂરી'નો જશ્ન મનાવ્યો છે. આજે ગૂગલ ડૂડલ પર પાણી પૂરી નજર આવી રહી છે અને તેને જોઈને ભારતીયો ખૂબ જ ખુશ છે. ગૂગલે ખૂબ જ ખાસ અંદાજમાં પાણી પૂરીનું ડૂડલ બનાવ્યુ છે. જે બધાને પોતાના તરફ આકર્ષિત કરી રહ્યુ છે.

ભારતીયો માટે પાણીપુરીને કોઈ પરિચયની જરૂર નથી. તે એક સ્ટ્રીટ ફૂડ છે જે બટાકા, ચણા, મસાલા અથવા મિર્ચથી ભરેલા ક્રિસ્પી શેલમાંથી બને છે અને તેને સ્વાદવાળા પાણી સાથે પીરસવામાં આવે છે. આવી સ્થિતિમાં આજનું ડૂડલ ખાવાના શોખીન લોકો માટે મોઢામાં પાણી લાવી દે તેવું છે.

કેવી રીતે ખાસ છે આ ગૂગલ ડૂડલ

ખાસ વાત એ છે કે ગૂગલ પોતાના ડૂડલ દ્વારા લોકો માટે એક ખાસ પ્રકારની ગેમ પણ લાવ્યું છે. Google યૂઝરોને દરેક ગ્રાહકના સ્વાદ અને માત્રાની પ્રાથમિકતાઓ સાથે મેળ ખાવા માટે  વિવિધ પાણીપુરી સ્વાદમાંથી પસંદ કરવામાં મદદ કરીને સ્ટ્રીટ વેન્ડરના પાણીપુરીના ઓર્ડરને પૂરો કરવામાં મદદ કરવાની મંજૂરી આપશે. આ ખૂબ જ રસપ્રદ છે.

જો તમે પણ ગૂગલ ડૂડલ પર પાણીપુરી ગેમ રમવા માગો છો તો તેના માટે તમારે ટાઈમર સાથે ઝડપથી કામ કરવું જરૂરી છે. રમતમાં તમારે પાણીપુરીવાળાને મદદ કરવી પડશે. પાણીપૂરી વિવિધ ગ્રાહકોને તેમની રુચિને ધ્યાનમાં રાખીને પીરસવામાં આવે છે. પાણીપૂરી સર્વ કરવા માટે સ્ક્રીન પર દેખાતા ફ્લેવર પાણીને નીચે આપેલા ઓપ્શનોમાંથી પસંદ કરવાનું રહેશે. જો આ મેચ સાચી હશે તો જ રમત લાંબો સમય ટકી શકશો.

પાણીપુરીને લઈને ઈન્દોરની રેસ્ટોરન્ટમાં બનેલો રેકોર્ડ

2015માં આ જ દિવસે મધ્ય પ્રદેશના ઈન્દોરમાં એક રેસ્ટોરન્ટે 51 ઓપ્શન રજૂ કરીને પાણીપૂરીના સૌથી વધુ સ્વાદ પરોસવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. 

ગૂગલે આ જ દિવસને યાદ કરતા પાણીપૂરીને બટાકા, ચણા, મસાલા તથા મરચુ અને સ્વાદ વાળા પાણીથી ભરેલી કૂરકૂરી પૂરીથી બનેલું લોકપ્રિય દક્ષિણ એશિયાઈ સ્ટ્રીટ ફૂડ કહીને નવી પાણીપૂરી ગેમ ડૂડલ રજૂ કર્યું છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/iazLZmr