એલોન મસ્કે ગયા વર્ષે ટ્વિટર ખરીદ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, તે પહેલા ટ્વિટર પરથી નકલી એકાઉન્ટ અને બોટ એકાઉન્ટ્સને ખતમ કરશે. એલોન મસ્કે પણ પેરોડી અને બોટ એકાઉન્ટ્સ સામે ઘણા નિર્ણયો લીધા હતા પરંતુ તે કામ આવ્યા ન હતા. હવે એલોન મસ્ક પોતે પેરોડી એકાઉન્ટનો શિકાર બન્યા છે. પેરોડી એકાઉન્ટ દ્વારા કરવામાં આવેલા ટ્વીટ બાદ ખળભળાટ મચી જવા પામ્યા બાદ એલોન મસ્ક પોતે બહાર આવીને પોતાનો ખુલાસો કરવો પડ્યો હતો. આવો જાણીએ શું છે સમગ્ર મામલો...

@ElonMuskAOC હેન્ડલથી થયું ટ્વીટ

 ટ્વીટર પર એક આઈડી Elon Musk (Parody) નામથી છે જેનું હેન્ડલ @ElonMuskAOC છે. હાલમાં જ મેટાએ થ્રેડસ એપને લોન્ચ કરી છે જે લોન્ચિંગની સાથે જ વાઈરલ થઇ ગઈ છે. થ્રેડસને લઈને કહેવાઈ રહ્યું છે મેટાએ ટ્વીટર એપને કોપી કરીને આ એપ બનાવી છે. આ વિવાદને લઈને એલન મસ્કના પેરોડી એકાઉન્ટે ટ્વીટ કર્યું હતું અને તેમાં લખ્યું હતું કે " મેં આ એપ માટે 44 ડોલર બિલીયન ખર્ચ કાર્ય અને હવે લિઝાર્ડ બોયે કોપી અને પેસ્ટ કરવાનો ફેંસલો કર્યો છે. હવે આ વ્યક્તિગત છે અને કેજમાં મળીએ છીએ,ઝૂક. ઈલોન મસ્કે આ ટ્વીટના જવાબમાં કહ્યું, 'ઘણા લોકોને લાગે છે કે આ એકાઉન્ટ મારું છે.'

કોપીરાઈટને લઈને વિવાદ 

પેરોડી એકાઉન્ટથી કરવામાં આવેલ આ ટ્વીટ ખુદ એલન મસ્કે કરી હોય અને તે માર્ક ઝુકરબર્ગને જેલ મોકલવાની ધમકી આપતા હોય તેમ લોકોને લાગ્યું હતું. જોકે આ આઈડીના પ્રોફાઈલ નામમાં જ પેરોડી લખેલું છે. જોકે થ્રેડ એપના લોન્ચિંગ બાદ એલન મસ્ક અને મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ આમને સામને છે. ટ્વીટર પોતાના નવા થ્રેડ પ્લેટફોર્મને લઈને મેટા પ્લેટફોર્મ્સ વિરદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની ધમકી આપી હતી. ટ્વીટરના વકીલ એલેક્સ સ્પિરોએ તેને લઈને ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગને એક પત્ર લખ્યો છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/p4MDqEm