Image Source: Freepik
- Domino'sએ આ જેટપેક સૂટ ગ્રેવિટી ઈન્ડસ્ટ્રીઝ સાથે મળીને બનાવ્યો છે જેને વિશેષ રીતે ડિઝાઈન કરવામાં આવ્યો છે
નવી દિલ્હી, તા. 06 જુલાઈ 2023, ગુરૂવાર
ટેક્નોલોજી જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ કામ કરવાની રીત બદલાઈ રહી છે અને નવી વસ્તુઓને અપનાવવામાં આવી રહી છે. હાલમાં આપણે બધા પિઝા અથવા ફૂડનો ઓર્ડર આપીએ છીએ ત્યારે તેની ડિલિવરી ડિલિવરી બોય બાઈક અથવા સાયકલની મદદથી કરે છે. પણ ભવિષ્ય એવું નથી. ભવિષ્યમાં જેટપેકની મદદથી ફૂડ ડિલિવરી કરવામાં આવશે. આ એક ખાસ પ્રકારનો સૂટ છે જેની મદદથી વ્યક્તિ હવામાં ઉડી શકે છે અને તેની મદદથી સમયસર ડિલિવરી થાય છે. આમાં ન તો ટ્રાફિક કે ન તો હવામાન અડચણરૂપ બને છે.
અહીં કરવામાં આવ્યું પહેલું ટ્રાયલ
Domino's એ યુકે મ્યુઝિક ફેસ્ટિવલ (ગેલ્સ્ટનબરી ફેસ્ટિવલ)માં જેટપેકની મદદથી પ્રથમ સફળ ડિલિવરી કરી છે. ડિલિવરી બોય પહેલા ડોમિનોઝ સ્ટોર પર ઉડીને જાય છે. ત્યાંથી પિઝા પિકઅપ કરીને મિનિટોની અંદર તેની ડિલીવરી મ્યુઝિક ફેસ્ટિવલમાં કરી દે છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
Domino'sએ આ જેટપેક સૂટ ગ્રેવિટી ઈન્ડસ્ટ્રીઝ સાથે મળીને બનાવ્યો છે જેને વિશેષ રીતે ડિઝાઈન કરવામાં આવ્યો છે જેથી ડિલિવરી બોય અને ફૂડ આઈટમ્સ સુરક્ષિત રહે. કંપનીએ ડિલિવરીને ટ્રેક કરવા માટે એક એપ પણ બનાવી છે જેની મદદથી તમે તમારા પિઝાને લોકેટ કરી શકો છો. આ ઉપરાંત ગ્રાહકો ડોમિનોઝ એપથી પણ ડિલિવરીની અપડેટ્સ જાણી શકે છે. હાલમાં, કંપનીએ આ ટેક્નોલોજીનો ટ્રાયલ કર્યો છે જેને આવનારા સમયમાં મોટા સ્કેલ પર કંપની લઈ જશે.
જેટપેક ટેક્નોલોજી કોઈ નવી ટેક્નોલોજી નથી. તેના પર વર્ષોથી કામ ચાલી રહ્યું છે અને અલગ-અલગ જગ્યાએ તેનો ઉપયોગ પણ થાય છે. સરળ શબ્દોમાં સમજાવવા માટે વ્યક્તિ જેટપેકની મદદથી ઉડી શકે છે. જેટપેક ઉડવા માટે ગેસ અથવા ફ્યૂલનો ઉપયોગ કરે છે. જેટપેકની ફ્યૂલ કેપેસિટી નક્કી કરે છે કે, વ્યક્તિ કેટલા સમય સુધી ઉડાન ભરી શકશે તેમજ તેની ઝડપ કેટલી હશે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/jyV0gNr
0 Comments