
ChatGPT છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાનો વિષય બની ગયો છે. આ ટેકનોલોજીએ ઘણા લોકોનું કામ સરળ બનાવ્યું છે. જોકે, આટલા લોકપ્રિય થયા પછી પણ ChatGPTના હવે ખરાબ દિવસો શરૂ થઇ શકે છે. તાજેતરના અહેવાલો સૂચવે છે કે AI ચેટબોટ ChatGPT નવેમ્બરમાં લોન્ચ થયા પછી તેના વપરાશકર્તામાં લગભગ 10 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
6 મહિનામાં પ્રથમ થયો ઘટાડો
તાજેતરના અહેવાલ મુજબ, AI ચેટબોટના વપરાશકર્તાઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગયા મહિને એપ્લિકેશનમાં વપરાશકર્તાની સંખ્યામાં પ્રથમ વખત ઘટાડો થયો છે, જેમાં જૂનમાં વૈશ્વિક સ્તરે બૉટની વેબસાઇટ પરનો મોબાઇલ અને ડેસ્કટોપ ટ્રાફિક લગભગ 10 ટકા જેટલો ઘટ્યો છે. બોટની iPhone એપના ડાઉનલોડ્સમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. આ જંગી ઘટાડા માટેના ચોક્કસ કારણો અસ્પષ્ટ છે.
આ યુઝરબેઝ ઘટવાનું કારણ
આ રિપોર્ટ વેબ એનાલિટિક્સ અને માર્કેટ ઇન્ટેલિજન્સ ફર્મ સિમિલરવેબના સંશોધન પર આધારિત છે. આ દર્શાવે છે કે, નવેમ્બરમાં બૉટના લૉન્ચ પછી, વેબ ટ્રાફિકમાં વધારો થયો હતો. જોકે, માર્ચથી વિકાસ દર ધીમો પડવા લાગ્યો હતો અને મે મહિનામાં તેમાં ઘટાડો થયો હતો.
OpenAI પર ડેટા ચોરીનો આરોપ
OpenAI પર કેલિફોર્નિયાની કોર્ટમાં ડેટા ચોરવાના આરોપમાં કેસ કરવામાં આવ્યો છે. કંપની પર યુઝર્સના ડેટાનો દુરુપયોગ કરવાનો આરોપ છે. આ દાવામાં, અરજદારે ઓપનએઆઈ તેમજ માઇક્રોસોફ્ટને પ્રતિવાદી બનાવ્યા છે. મુકદ્દમામાં આરોપ છે કે OpenAIએ ઈન્ટરનેટમાંથી મોટી સંખ્યામાં યુઝર્સના ડેટાની ચોરી કરી છે. આરોપ છે કે તે આ ડેટાનો દુરુપયોગ કરી રહી છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/1TvcJE7
0 Comments