Image:Screengrab

ChatGPTની એન્ડ્રોઇડ મોબાઇલ એપ આખરે ભારતમાં પણ લોન્ચ થઇ ગઈ છે . ChatGPT માટે રજીસ્ટ્રેશન ગયા અઠવાડિયે જ ગૂગલ પ્લે સ્ટોર પર શરૂ થઈ હતી અને હવે એપ ડાઉનલોડ કરવા માટે પણ ઉપલબ્ધ છે. ChatGPT એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ચેટબોટ છે, જે OpenAI નામના સ્ટાર્ટઅપ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. ChatGPTની iOS એપ લગભગ બે મહિના પહેલા લોન્ચ કરવામાં આવી હતી.

ChatGPT એપ ફ્રી છે

ChatGPTની એન્ડ્રોઇડ એપ્લિકેશન યુએસ, ભારત, બાંગ્લાદેશ અને બ્રાઝિલમાં લોન્ચ કરવામાં આવી છે. જો કે આગામી થોડા અઠવાડિયામાં આ એપ્લિકેશન અન્ય દેશોમાં પણ લોન્ચ કરવામાં આવશે. જો કે ChatGPT એપ ફ્રી છે, પરંતુ ઇચ્છાનુસાર પ્રીમિયમ સબસ્ક્રિપ્શન પણ લઈ શકાય છે, જેના પછી યુઝર્સને ChatGPT (GPT-4)નો વધુ સારી રીતે ઉપયોગ કરવાની તક મળશે. આ સિવાય ઇન્કોગ્નિટો મોડ જેવા ઘણા ફીચર્સ પણ મળશે.

ગૂગલ પ્લે સ્ટોર પરથી ChatGPT એપ કેવી રીતે ડાઉનલોડ કરવી?

જો તમે પણ એવા લોકોમાંથી એક છો જેમણે ગૂગલ પ્લે સ્ટોર પર ChatGPT માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે તો તમારે ફક્ત એપ અપડેટ કરવાની છે. જો તમે રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તો તમે ગૂગલ પ્લે સ્ટોર પર ChatGPT સર્ચ કરી શકો છો. ChatGPTની ફાઈલ સાઈઝ 6MB છે. ડાઉનલોડ કર્યા પછી, તમે તમારા જીમેલ આઈડી સાથે ChatGPT પર લોગિન કરીને તેનો ઉપયોગ કરી શકો છો. જો તમે પહેલાથી જ ChatGPTનો ઉપયોગ કરી રહ્યા છો તો તમે પાસવર્ડ અને આઈડી વડે લોગીન કરી શકો છો અને જો નહિં તો તમારે પહેલા એકાઉન્ટ બનાવવું પડશે જે ફ્રી છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/nCwVpx2