Image: Twitter

તા. 14 જુલાઇ 2023, શુક્રવાર

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનાં આ યુગમાં દરેક કંપની પોતાની પ્રોડક્ટને બેસ્ટમાંથી બેસ્ટ  બનાવવા માંગે છે. આ ક્રમમાં, ગૂગલે તેના AI ચેટબોટ બાર્ડમાં કેટલાક નવા ફીચર્સ ઉમેર્યા છે. 

મળતી માહિતી પ્રમાણે Google Bard હવે હિન્દી, તમિલ તેલુગુ, ગુજરાતી, મલયાલમ, બંગાળી, કન્નડ, ઉર્દૂ વગેરે સહિત 40 વધુ ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. ભાષાઓ ઉમેરવા ઉપરાંત, કંપનીએ આ ચેટબોટને બ્રાઝિલ અને સમગ્ર યુરોપ સહિત અનેક પ્રદેશોમાં ઉપલબ્ધ કરાવ્યું છે.

ગૂગલે Bardને માર્ચમાં યુએસ અને યુકેમાં લોન્ચ કર્યું હતું. આ પછી, કંપનીએ એપ્રિલમાં તેમાં કોડિંગ અપડેટ કર્યું. ગૂગલ I/O ઈવેન્ટમાં કંપનીએ જણાવ્યું કે, આમાં યુઝર્સ ઈમેજથી પણ સર્ચ કરી શકે છે. હવે કંપનીએ ફરીથી તેમાં કેટલાક ફીચર્સ એડ કર્યા છે. 

બાર્ડના નવા ફિચર્સ 

જવાબ સાંભળી શકશોઃ હવે તમે Bardનો રિસ્પોન્સ સાંભળી શકશો. એટલે કે, તમે પૂછેલા પ્રશ્નનો જવાબ સાંભળી શકો છો. કંપનીએ જણાવ્યું કે,આની મદદથી યુઝર્સ મુશ્કેલ શબ્દો કેવી રીતે બોલવા તે સમજી શકશે. જવાબ સાંભળવા માટે, તમારે સાઉન્ડ આઇકોન પર ક્લિક કરવું પડશે.

રિસ્પોન્સમાં બદલાવ કરી શકો છો: હવે તમે બાર્ડના રિસ્પોન્સને સરળ, લાંબા, ટૂંકા, પ્રોફેશનલ અને કેઝ્યુઅલમાં બદલી શકો છો. આ સિવાય, તમે કોઈપણ વાતચીતને પિન અને રિનેમ પણ કરી શકશો.

હવે તમે બાર્ડમાં ઈમેજીસ દ્વારા પણ ક્વેરી કરી શકો છો. બોર્ડ ગૂગલ લેન્સ સાથે કનેક્ટેડ છે, તેની મદદથી તમને પ્રશ્નોના જવાબો મળશે. તમે બોર્ડના રિસ્પોન્સને સરળતાથી કોઇની સાથે શેર કરી શકો છો. કંપનીએ જવાબ શેર કરવા માટે શેરનો વિકલ્પ આપ્યો છે. આ સિવાય યુઝર્સ Google Colab સાથે રેપ્લિટમાં પાયથોન કોડ એક્સપોર્ટ કરી શકે છે.

એલોન મસ્ક એ AI કંપની લોન્ચ કરી

એલન મસ્કે ચેટ જીપીટી અને ગૂગલ બોર્ડને ટક્કર આપવા માટે પોતાની AI કંપની શરૂ કરી છે. તેનું નામ XAI છે. તેમાં AI સાથે સંકળાયેલા ઘણા દિગ્ગજોને સામેલ કરવામાં આવ્યા છે. મસ્કની આ કંપનીનો હેતુ "વિશ્વની વાસ્તવિક પ્રકૃતિને સમજવાનો" છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/vYn17PX