IIT કાનપુરે આત્મઘાતી ડ્રોન બનાવ્યું છે. આ ડ્રોનમાં છ કિલોગ્રામ વજનનું હથિયાર એટલે કે વિસ્ફોટક લગાવી શકાય છે. તે 100 કિલોમીટરની રેન્જ સુધીના દુશ્મનના અડ્ડા પર હુમલો કરી શકે છે. એરોસ્પેસ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર સુબ્રમણ્યમ સદરલાએ જણાવ્યું કે તેમાં સ્ટોલ્ડ ટેક્નોલોજી વપરાઈ છે. એટલા માટે દુશ્મનનું રડાર આ ડ્રોનને પકડી શકતું નથી. આગામી છ મહિનામાં ટાર્ગેટ ડિસ્ટ્રક્શન ટ્રાયલ લેવામાં આવશે.

આ ડ્રોન AIથી સક્ષમ 

સાદરલાએ જણાવ્યું કે અમે આ ડ્રોનને DRDOના DYSL પ્રોજેક્ટ હેઠળ છેલ્લા એક વર્ષથી તૈયાર કરી રહ્યા છીએ. આ એક કામીકેઝ ડ્રોન છે. તેને ત્રણેય દળો સાથે મોડિફાઈ કરી શકાય છે. તેની લંબાઈ લગભગ 2 મીટર છે. તે ફોલ્ડેબલ છે. તેમાં કેમેરા અને ઇન્ફ્રારેડ સેન્સર છે. તેને કેનિસ્ટર અથવા કેટપલ્ટથી લોન્ચ કરી શકાય છે. આ ડ્રોન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (વિઝ્યુઅલ ગાઈડન્સ)ની મદદથી દુશ્મનના ટાર્ગેટને નષ્ટ કરશે.

મોટાપાયે વિનાશ કરવામાં સક્ષમ 

પ્રો. સાદરલાએ કહ્યું કે ભલે દુશ્મન જીપીએસ બ્લોક કરે. પરંતુ આ ડ્રોન દુશ્મનના ટાર્ગેટને પકડીને તેનો નાશ કરશે. તે બેટરી સંચાલિત સુસાઈડ ડ્રોન છે. પ્રક્ષેપણના 40 મિનિટની અંદર તે દુશ્મનના 100 કિલોમીટરના વિસ્તારમાં ઘૂસી શકે છે અને મોટાપાયે વિનાશ કરી શકે છે. આ હાઈબ્રિડ યુદ્ધનો સમય છે. એટલા માટે દરેક દેશને આવા આત્મઘાતી ડ્રોનની જરૂર છે. આ ડ્રોન તેના લક્ષ્યથી માત્ર 2 મીટર ડેવિયેટ થઈ શકે છે.

ટૂંક સમયમાં તેનું વોરહેડથી પરીક્ષણ

ટૂંક સમયમાં તેનું વોરહેડથી પરીક્ષણ કરવામાં આવશે. ડ્રોનને સ્ટીલ્થ ટેક્નોલોજીથી સજ્જ કરવામાં આવ્યું છે. જેથી દુશ્મનનું રડાર કે કેમેરા તેને સરળતાથી જોઈ ન શકે. તે ન્યૂનતમ 100 મીટરની ઊંચાઈ અને મહત્તમ 4.5 કિલોમીટરની ઊંચાઈ સુધી જઈ શકે છે. તેની મદદથી દુશ્મન પર કોઈપણ ઊંચાઈથી હુમલો કરી શકાય છે. તે રાત્રે પણ હુમલો કરી શકે છે. આ ડ્રોન બનાવવા માટે ડિફેન્સ કોરિડોર હેઠળ ફંડ મળ્યું હતું.




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/kzTIAqP