ચંદ્રયાન-3 મિશનનું ISRO દ્વારા આજે લોન્ચિંગ થશે. તેના માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે. આજે બપોરે 2:35 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. ત્યારે ટુંકમાં જાણો ચંદ્રયાન-3 વિશે...

  • ઈસરો દ્વારા ચંદ્રયાન-3ને ચંદ્રયાન-2ના ફોલોઓપ મિશન તરીકે લોન્ચ કરવામાં આવ્યું છે.
  • આ મિશનનો ઉદ્દેશ ચંદ્ર ઉપર સોફ્ટ લેન્ડિંગ અને રોવરને ચંદ્ર ઉપર ફેરવવાનો અને સંશોધન કરવાનો છે.
  • ચંદ્રયાન-3માં ઓર્બિટરની જગ્યાએ સ્વદેશી પ્રોપલ્શન મોડ્યુલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
  • રોવરને લેન્ડિંગ કરાવીને ચંદ્રની સપાટી અને તેની અંદર થતા ફેરફારો તથા વાતાવરણમાં થતા ફેરફારોની તપાસ કરવીનો આશય છે.
  • ભારત આ લેન્ડિંગમાં સફળ રહ્યું તો અન્ય ગ્રહો ઉપર પણ લેન્ડર અને રોવર મોકલવા સક્ષમ બનશે.
  • ચંદ્રયાન-3માં કુલ છ પેલોડ્સ લગાવવામાં આવેલા છે જેથી તેની ક્ષમતામાં વધારો થાય
  • પ્રોપલ્શન મોડ્યુલમાં શેપ (SHAPE) નામનો પેલોડ લગાવેલો છે.
  • લેન્ડરમાં રંભા એલપી(Rambha LP), ચાસ્ટે(ChaSTE) અને ઈલ્સા(ILSA) નામના પેલોડ લગાવેલા છે.
  • રોવરમાં એપીએક્સએસ(APXS)   અને લિબ્સ(LIBS) નામના પેલોડ લાગેલા છે
  • લેન્ડર-રોવર ચંદ્રનો એક દિવસ એટલે કે પૃથ્વીના 14 દિવસ સુધી કામ કરી શકશે.
  • લેન્ડર-રોવરમાં લગાવેલા પેલોડ્સ છ મહિના સુધી કામ કરવા માટે સક્ષમ છે અને કદાચ તેનાથી પણ વધારે સમય કામ કરી શકે છે
  • LVM-3 રોકેટ દ્વારા ચંદ્રયાન-3ને અવકાશમાં લઈ જવામાં આવશે
  • આ રોકેટનું વજન 642 ટન જ્યારે ઉંચાઈ 143 ફૂટ છે
  • આ રોકેટને પહેલાં GSLV-MK3 કહેતા હતા જે છ વખત સફળતા હાંસલ કરી ચૂક્યું છે
  • ગત અભિયાનની જેમ આ વખતે પણ ચંદ્રની સપાટી ઉપર સોફ્ટ લેન્ડિંગ કરવું સૌથી મુશ્કેલ કામગીરી રહેશે
  • આ વખતે લેન્ડરમાં વધારે સેન્સર અને મજબૂત થ્રસ્ટર્સ લગાવવામાં આવ્યા છે છતાં લેન્ડિંગ ન થાય ત્યાં સુધી ચિંતા તો રહેશે જ
  • 41-45 દિવસમાં ચંદ્ર ઉપર લેન્ડિંગ કરવામાં આવે તેવી શક્યાતા છે અંદાજે 41 દિવસે એટલે કે 23-24 ઓગસ્ટે લેન્ડ થશે
  • ચંદ્ર ઉપર સોફ્ટલેન્ડિંગના 38 પ્રયાસો કરવામાં આવ્યા છે તેમાંથી 19 પ્રયાસો જ સફળ થયા છે
  • વિશ્વના 6 દેશો દ્વારા મૂન મિશન હાથ ધરવામાં આવ્યા હતા
  • વિવિધ દેશો દ્વારા અત્યાર સુધીમાં 110 મૂન મિશન હાથ ધરવામાં આવ્યા છે. તેમાંથી 68 મિશન સફળ રહ્યા છે. 42માં નિષ્ફળતા મળી છે
  • 12 લોકો અત્યાર સુધી ચંદ્રની સપાટી ઉપર જઈ આવ્યા છે
  • અમેરિકા અને રશિયા જ ચંદ્ર ઉપર સૌથી વધુ સફળ મિશન કરનારા દેશ છે, તેમના કુલ 64 મિશનમાંથી 43 મિશન સફળ થયા છે
  • અમેરિકા, રશિયા અને ચીન જ ચંદ્ર ઉપર સોફ્ટ લેન્ડિંગ કરવામાં સફળ રહ્યા છે.


from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/prOnBYV