Image  Social Media

તા.18 જુલાઈ 2023, મંગળવાર 

Metaએ instagram પર આધારિત ટેક્સ્ટ એપ Threads લોન્ચ કરી છે. આ એપમાં તમને ઘણા બધા ફિચર્સ આપવામાં આવ્યા છે. જે ટ્વીટર જેવા જ છે. લોન્ચ થયાના થોડાજ દિવસોમાં એપએ 15 કરોડથી પણ વધારે યુજર્સ બનાવી લીધા હતા. જો કે તેમાં હવે ડેલી યુઝમાં ઘટાડો જોવા મળ્યો છે. યુઝર્સ અને એન્ગેજમેન્ટ ટાઈમમાં વધારાને કારણે સવાલએ ઉઠી રહ્યો છે કે શું હવે લોકોનો આ એપથી મોહભંગ થઈ રહ્યો છે?

આ સૌથી ઝડપી 10 લાખ યુજર્સ બનાવવા વાળી એપ બની ગઈ હતી

Metaએ instagram પર આધારિત ટેક્સ્ટ એપ Threads લોન્ચ કરી હતી. આ એપે લોન્ચ થયાની સાથે જ ઘણા રેકોર્ડ બનાવી લીધા હતા. Metaએ આ એપ ને 6 જુલાઈના રોજ લોન્ચ કરી હતી. આ સૌથી ઝડપી 10 લાખ યુજર્સ બનાવવા વાળી એપ બની ગઈ હતી. પરંતુ આ સાથે જ લોન્ચના થોડા દિવસોમાં Threads યુજર્સની સંખ્યા કરોડોમાં પહોચી ગઈ હતી. પણ હવે તેના પર બ્રેક લાગવાનું શરુ થઈ ગયું છે. 

એવું લાગે છે કે આ એપથી લોકોનું મન ભરાઈ ગયું છે. રીપોર્ટથી જાણવા મળ્યું કે જે ઝડપથી લોકો આ એપ સાથે જોડાયા હતા, એ જ ઝડપથીં લોકોને હવે આ એપ બોરિંગ લાગવા લાગી છે.

કેમ ઓછા થઈ રહ્યા છે યુજર્સ...

લોન્ચ કર્યાના 10 દિવસમાં જ Threadsએ 15 કરોડ યુજર્સ બનાવી લીધા હતા, પણ હવે ડેલી યુઝમાં 50% જેટલો ઘટાડો થયો છે. જ્યાં લોકો પહેલા આ પ્લેટફોર્મ પર દરરોજ 20 મિનિટ ફાળવતા હતા, જ્યારે હવે તેનો ઉપયોગ માત્ર 10 મિનિટમાં થઈ રહ્યો છે. Sensor Towerના રીપોર્ટ પ્રમાણે Threadsના ડેલી યુઝમાં ઘટાડો થયો છે. લોન્ચ થયા બાદથી આ પ્લેટફોર્મ પર એક્ટિવ યુઝર્સની સંખ્યામાં 20 ટકાનો ઘટાડો નોંધાયો છે. 

શું કહે છે રીપોર્ટ :

Similar Webના મત પ્રમાણે Android ફોન પર આ પ્લેટફોર્મના વૈશ્વિક રીતે એક્ટીવ યુજર્સની સંખ્યામાં 25 ટકાથી વધુનો ઘટાડો થયો છે. આ સિવાય એપના એન્ગેજમેન્ટ ટાઈમમાં પણ 50 ટકાનો ઘટાડો છે. ભલે આ એપના પર યુઝર્સની સંખ્યામાં ઘટાડો થયો છે, પરંતુ આપણે યાદ રાખવું પડશે કે એપ હજુ તેની શરૂઆતના દિવસોમાં છે.

આવનારા સમયમાં Instagram આ એપમાં નવી સુવિધાઓ ઉમેરવામાં આવશે. જો રીપોર્ટ પ્રમાણે જોઈએ તો ટૂંક સમયમાં આ પ્લેટફોર્મ પર Hashtag અને DM જેવા નવા ફીચર્સનો ઉમેરો કરશે. આશા છે કે નવા ફીચર્સ આવ્યા બાદ યુજર્સની સંખ્યામાં વધારો થઈ શકે. આ સિવાય Metaએ હજુ સુધી તેને દરેક ક્ષેત્રમાં લોન્ચ કર્યું નથી.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Bav7Wg5