Image Envato 

તા. 31 જુલાઈ 2023, સોમવાર

WhatsApp પર બ્લુ ટિકને લઈને આજકાલ કેટલાક દાવા કરવામાં આવી રહ્યા છે. આ સાથે સરકાર તરફથી તમારા ડેટા સ્ક્રેનિંગ કરવાની પણ વાત કરવામાં આવી રહી છે. જો કે આ દરેક દાવાને પુરી રીતે ખોટા સાબિત કરવામાં આવ્યા છે. જેમા WhatsApp પર ત્રણ ટીકને લઈને આજકાલ દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર WhatsApp દ્વારા લોકોની જાસુસી કરી રહી છે, તેમા એક સ્ક્રીનશોટ વાઈરલ કરવા આવ્યો છે. WhatsAppની ગાઈડ લાઈન પ્રમાણે એક સિંગલ ટીકનો મતલબ છે મેસેજ સેન્ડ થઈ ગયો અને ડબલ ટીકનો મલબલ છે મેસેજ પહોચી ગયો.જ્યારે બ્લુ ટીકનો મતલબ છે મોકલાવેલો મેસેજ વંચાઈ ગયો છે.

હવે ત્રણ ટીકનો દાવો કરવામાં આવી રહ્યો છે 

હવે WhatsAppને લઈને ફરી એક નવો દાવો કરવામાં આવી રહ્યો છે. તેમા એવું કહેવામાં આવ્યું છે કે, હવે WhatsAppમાં ત્રણ બ્લુ ટીક દેખાશે તેવો દાવો કરવામાં આવ્યો છે, જેમા કહેવામાં આવ્યુ છે કે આ રીતે ત્રણ ટીક હોવાનું નિશાન છે કે સરકાર તમારા WhatsApp મેસેજને વાંચી રહી છે. તે ઉપરાંત એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર WhatsAppને કંન્ટ્રોલ કરી રહી છે. તો ત્યાં બે બ્લુ ટીક અને એક સિંગલ રેડ ટિકનો મતલબ છે સરકાર તમારા વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. તો વળી એક લીલી અને બે લાલ ટીકનો મતલબ છે કે સરકારે તમારી વિરુદ્ધ  કાર્યવાહી કરી લીધી છે. અને હવે તમારી વિરુદ્ધ કોર્ટમાંથી સમન્સ આવશે. 

સરકારે આ મામલે કરી સ્પષ્ટતા 

આ મામલે પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો તરફથી આ મેસેજની સાચી હકીકત ચેક કરવામાં આવી છે. જેમા WhatsApp પર જાસુસીનો દાવો કરવામાં આવ્યો છે તે બિલકુલ ખોટો છે. પીઆઈબી તરફથી વાઈરલ સ્ક્રીનશોટ ખોટો હોવાનું કહેવામાં આવ્યું છે. જેમા ત્રણ બ્લુ ટીકની જે વાત કરવામાં આવી છે કે બિલકુલ ખોટી છે. ત્રણ બ્લુ ટીકને લઈને સરકાર તરફથી કોઈ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી નથી.




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/k9Q3gRm