
ભારતે 2019માં ચંદ્ર પર ઉતરવાનો પ્રયત્ન કર્યો હતો જે નિષ્ફળ નીવડ્યો હતો. 2023માં ભારતની અવકાશ સંસ્થા ઇસરોએ ચંદ્ર પર સફળ ઉતરાણ કરી બતાવ્યું. ભારત એવો પ્રથમ દેશ છે જે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સહીસલામત ઉતરાણ કરવામાં સફળ રહ્યો છે. ભારતની આ સફળતા એટલા માટે પણ મોટી છે કે અત્યાર સુધી કુલ 146 ચંદ્ર અભિયાન લોન્ચ થયા છે જેમાંથી 60 નિષ્ફળ નિવડ્યા છે.
ફક્ત ચાર દેશ જ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યું
ઓસ્ટ્રેલીયાના આરએમઆઈટી વિશ્વવિદ્યાલયના ડૉ.ગેલ આઈલ્સના જણાવ્યા અનુસાર પૃથ્વીને બાદ કરતા ચંદ્ર જ એકમાત્ર ખગોળીય વસ્તુ છે જ્યાં મનુષ્યનો પગ પડ્યો હોય. ત્યાં સૌપ્રથમ જવું સમજમાં પણ આવે છે કેમ કે તે આશરે ચાર કિલોમીટર દુર રહેલો આપણો સૌથી નજીકનો પદાર્થ છે. રસપ્રદ વાત તે છે કે વર્તમાન સમયમાં ફક્ત ચાર દેશ જ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરી ચુક્યા છે. બીજી તરફ તેનો દક્ષિણ ધ્રુવ હજી પણ રહસ્યમય છે,જ્યાં ફક્ત ભારત જ પહોંચી શક્યું છે.
આટલા દેશો થયા નિષ્ફળ
ચંદ્ર પર 60 વર્ષ અગાઉ સોફ્ટ લેન્ડિંગ કરનાર પ્રથમ દેશ રશિયા પણ તાજેતરમાં લુના-25ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારવામાં સફળ થયું નહોતું. તેનાથી સ્પષ્ટ થઇ જાય છે કે ચંદ્ર અભિયાન હજુ પણ મુશ્કેલ અને ખતરનાક છે. આ સિક્કાને હવામાં ઉછાળવા જેવું છે. જેની કઈ બાજુ ઉપર આવશે તે કોઈ વિશ્વાસ સાથે કહી શકતું નથી. હાલના વર્ષોમાં અમેરિકા,જાપાન,સંયુક્ત આરબ અમીરાત,ઈઝરાયલ,રશિયા,યુરોપીયન અંતરીક્ષ એજન્સી, લક્ઝમબર્ગ,દક્ષિણ કોરિયા અને ઇટલીના મિશન નિષ્ફળ નિવડ્યા હતા.
જોખમી કામ છે ચંદ્ર પર ઉતરાણ કરવું
60 વર્ષ અને 58 ચંદ્ર મિશનનો અનુભવ કર્યા પછી પણ રશિયાનું લુના-25 ક્રેશ થયું છે. ઇઝરાયેલનું અત્યંત અદ્યતન બેરેશીટ લેન્ડર પણ 2019માં ક્રેશ થયું હતું. તે સ્પષ્ટ છે કે અવકાશ મિશન એક જોખમી કામ છે. ખાસ કરીને ચંદ્ર મિશન કારણ કે અહીં સફળતાની શક્યતા માત્ર 50 ટકા છે.
અભિયાન નિષ્ફળ જવું સામાન્ય
આઈલ્સના જણાવ્યા અનુસાર વિશ્વમાં 1.5 અબજથી વધુ કાર છે અને 40 હજારથી વધુ વિમાન જે દૈનિક ચાલે છે તેમ છતાં દુર્ઘટનાગ્રસ્ત થાય છે. જ્યારે વિશ્વમાં હાલ ફક્ત 20 હજાર જેટલા અંતરીક્ષ અભિયાન થયા છે,તેવામાં તેનું નિષ્ફળ જવું એટલું જ સામાન્ય છે જેટલું કોઈ કાર કે વિમાનનું દુર્ઘટનાગ્રસ્ત થવું. આપણે અંતરીક્ષ સંશોધનમાં હજુ ઘણા પ્રાથમિક તબક્કામાં છીએ.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/iE3DONd
0 Comments