Image Source: Freepik

અમદાવાદ, તા. 05 ઓગસ્ટ 2023 શનિવાર

ઘણી વખત આપણે કારના માઈલેજને લઈને ચિંતિત હોઈએ છીએ. ઘણી વખત આને માપવાના અલગ-અલગ પ્રયત્ન પણ કરીએ છીએ પરંતુ કાર હકીકતમાં કેટલી માઈલેજ આપી રહી છે તેનો અંદાજો લગાવી શકાતો નથી. અમુક કારોમાં ડિજિટલી માઈલેજ શો પણ થાય છે પરંતુ તે હંમેશા લોઅર સાઈડ એટલે કે સૌથી ઓછી તરફ જ દર્શાવવામાં આવે છે. હવે દરમિયાન તમારી કાર ઓછી માઈલેજ આપી રહી છે કે વધુ આ વાતની હકીકત જાણી શકાતી નથી. અહીં બે સરળ રીત આપવામાં આવી છે જેનાથી તમે પોતાની કારની માઈલેજ ચેક કરી શકો છો. આનાથી તમને બિલકુલ કેલ્ક્યુલેટેડ માઈલેજ મળશે અને આનાથી તમે કારની કંડીશન જાણી શકશો. 

ટેન્ક ટુ ટેન્ક માઈલેજ

કોઈ અન્ય પ્રયત્ન કર્યા વિના પણ તમે કારની માઈલેજ જાણી શકો છો. તેની સરળ રીત છે ટેન્ક ટુ ટેન્ક કારને ચલાવવી. આ માટે તમારી કાર જ્યારે રિઝર્વનું સાઈન આપે તો તેનું ટેન્ક ફુલ કરાવો. કારમાં કેટલા લિટર પેટ્રોલ કે ડીઝલ આવ્યુ છે તે નોટ કરી લો. સાથે જ કારના ટ્રિપ મીટરને ઝીરો કરી લો. જે બાદ કાર જ્યારે રિઝર્વની સાઈન આપે તો કાર કેટલા કિલોમીટર ચાલી છે તે નોટ કરી લો. હવે જેટલા લિટર તમે પેટ્રોલ ભરાવ્યુ હતુ તેનાથી કુલ કિલોમીટરને ભાગી દો એટલે કે ડિવાઈડ કરી દો. આપમેળે તમારી કારની પરફેક્ટ માઈલેજ આવી જશે. 

એક લિટર ફ્યૂઅલ

આ રીત જૂની છે. જોકે આમાં પણ તમને કાર જ્યારે રિઝર્વની સાઈન આપે ત્યારે ધ્યાન રાખવાનું હોય છે. કારના રિઝર્વમાં આવતા જ આમાં એક કે બે લિટર પેટ્રોલ કે ડીઝલ પુરાવો. આ દરમિયાન એ ધ્યાન રાખો કે કેટલા લિટર ઓઈલ પુરાવ્યા બાદ રિઝર્વની સાઈન આવી જાય છે. જો એક લિટરમાં તમારી ગાડીનું રિઝર્વ સાઈન ચાલી જાય છે તો કેલ્ક્યુલેશન સરળ થઈ જશે. હવે તમે કારના ટ્રિપ મીટરને ઝીરો કરી લો. જે બાદ કારને ડ્રાઈવ કરો. જ્યારે પાછુ રિઝર્વનું સાઈન આવે તો ટ્રિપ મીટરમાં આવેલા કિલોમીટરને નોટ કરી લો. આ તમારી કારની સાચી માઈલેજ હશે. 



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/SFGias7