- આગામી પાંચ દિવસ સુધી લ્યુના-25 ચંદ્ર ફરતું ઘૂમશે, 21મી ઓગસ્ટે તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર જ લેન્ડીંગ કરશે

મોસ્કો : ભારતનું ચંદ્રયાન એક તરફ પોતાનાં મોડયુલને અલગ પાડી શક્યું છે, ત્યારે રશિયાનું લ્યૂના-૨૫ મિશન પણ ચંદ્રની ઓર્બિટમાં પહોંચી ગયું છે. રશિયાની સ્પેસ એજન્સી રોસ-કોસ્મોસે આની પુષ્ટિ પણ કરી છે.

લ્યુના-૨૫ હવે ચંદ્ર ફરતું પાંચ દિવસ સુધી ચક્કર લગાવશે. તે પછી ૨૧ ઓગસ્ટે ચંદ્ર પર લેન્ડ કરશે. આ લેન્ડીંગ ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પાસે કરાશે.

રશિયા આશરે ૪૭ વર્ષ પછી ચંદ્ર પર પોતાનું લેન્ડર ઉતારી રહ્યું છે તેનું મૂન-મીશન લ્યુના-૨૫ ૧૧ ઓગસ્ટે સફળતાપૂર્વક લોન્ચ કરાયું હતું. ભારતનાં ચંદ્રયાન-૩ પછી આશરે ૧ મહિના પછી લ્યૂના-૨૫ લોન્ચ કરવામાં આવ્યું હતું. છતાં તે ચંદ્રની સપાટી ઉપર ચંદ્રયાન-૩ કરતાં વહેલું પહોંચી જશે.

૧૧ ઓગસ્ટે સવારે આશરે ૪:૪૦ કલાકે અમૂર-ઓલ્લાસ્ટનાં વોસ્તોની કોસ્મો ડ્રોમ ઉપરથી લ્યૂના-૨૫ લોન્ચ કરાયું હતું. લોન્ચિંગ સોયુઝ ૨.૨બી રોકેટથી કરવામાં આવ્યું હતું. તેને લ્યૂના-ગ્લોબ મિશન પણ કહે છે. ૧૯૭૬ના લ્યૂના ૨૪ પછી હજુ સુધી રશિયાએ કોઈ યાન ચંદ્રની ઓર્બિટ સુધી પહોંચ્યું નથી.

રશિયન વિજ્ઞાાનીઓનો દાવો છે કે, ચંદ્રની ઓર્બિટમાં પહોંચવું આ મિશનની સફળતાનો બેહદ જરૂરી ભાગ છે. કેટલાંક લોકો તેને ચંદ્ર પર પહોંચવાની રેસ તરીકે જુવે છે અને જાતજાતની વાતો કરે છે પહેલાં રેસ અમેરિકા અને તે સમયનાં સોવિયેત સંઘ વચ્ચે ચાલી રહી હતી.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/qxLir3w