
- ચંદ્રના ઉલ્કાકુંડો ત્રણ પ્રકારના છે: નાના, વધુ મોટા, સૌથી મોટા
- ચંદ્રની ઉજળી બાજુને પ્લુરલ ટેરા જ્યારે કાળી બાજુને પ્લુરલ મારિયા કહેવાય છે
બેંગલુરુ/મુંબઇ : ભારતનુ ચંદ્રયાન-૩ આજે 2023ની 9,ઓગસ્ટ, બુધવારે ચંદ્રની ધરતીની વધુ નજીક ગયું છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને(ઇસરો) આજે ૯,ઓગસ્ટે ચંદ્રયાન-૩ની ભ્રમણકક્ષામાં બીજો વધુ ઘટાડો કર્યો છે. ઇસરોએ ૬,ઓગસ્ટે અવકાશયાનની ભ્રમણકક્ષામાં પહેલો ઘટાડો કર્યો હતો.
ચંદ્રયાન-૩ અવકાશયાન ૨૦૨૩ની ૧૪, જુલાઇએ પૃથ્વી પરથી ચંદ્રયાત્રાએ રવાના થયું છે. ૫, ઓગસ્ટે ચંદ્રયાન-૩ અવકાશયાને ચંદ્રની ભ્રમણકક્ષામાં સફળ પ્રવેશ કર્યો છે. ભારતનું આ ત્રીજું ચંદ્રયાન છે.
ઇસરોનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે આજે ૯,ઓગસ્ટે અમે ચંદ્રયાન અવકાશયાનની ભ્રમણકક્ષામાં બીજો વધુ ઘટાડો કર્યો છે જે ૧૭૪ બાય ૧૪૩૭ કિલોમીટરનો છે.હવે અમે ૧૪, ઓગસ્ટે બપોરે ૧૧ :૩૦ થી૧૨ :૩૦ દરમિયાન ચંદ્રયાન-૩ની ભ્રમણકક્ષામાં ત્રીજો અને ૧૬,ઓગસ્ટે ચોથો ઘટાડો કરીશું. આ તબક્કે ચંદ્રયાન -૩ અવકાશયાન ચંદ્રમાની ફક્ત ૧૦૦ કિલોમીટરની ભ્રમણકક્ષામાં આવી જશે. ચંદ્રયાન-૩ની ભ્રમણકક્ષામાં તબક્કાવાર ઘટાડો થવાથી અવકાશયાન ચંદ્રની સપાટીની વધુને વધુ નજીક જઇ રહ્યું છે.સાથોસાથ અવકાશયાનની ગતિમાં પણ તબક્કાવાર ઘટાડો થઇ રહ્યો છે.
૧૭, ઓગસ્ટે અવકાશયાનનાં લેન્ડર મોડયુલ(એલએમ) અને પ્રપલ્ઝન મોડયુલ(પીએમ) છૂટાં પડશે. આ તબક્કે વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી તરફ આગળ વધતાં પહેલાં ૧૦૦ બાય ૩૦ કિલોમીટરની સૌથી નાની ભ્રમણકક્ષામાં રહેશે. ત્યારબાદ ૨૩, ઓગસ્ટે ૧૦૦ બાય ૩૦ કિલોમીટરની ભ્રમણકક્ષામાં રહીને ચંદ્રની ધરતી પર સલામત રીતે ઉતરવા આગળ વધશે.વિક્રમ લેન્ડર ૨૦૨૩ની ૨૩, ઓગસ્ટે સાંજે ૫ : ૪૭ વાગે ચંદ્રના દક્ષિણ ધુ્રવનાં નિશ્ચિત કરેલાં બેમાંથી કોઇપણ એક સ્થળ પર ઉતરશે.
વિક્રમ લેન્ડર સતત ચાર કલાક સુધી યથાવત સ્થિતિમાં રહેશે. ચાર કલાક બાદ વિક્રમ લેન્ડરનો નાનકડો દરવાજો ખુલશે અને તેમાંથી નાની સિડી બહાર નીકળશે. આ જ સિડીની મદદથી પ્રજ્ઞાન રોવર ચંદ્રની ધરતી પર ઉતરશે. પ્રજ્ઞાન રોવર ચાર પૈડાંનું રોબોટિક વેહિકલ છે.
પ્રજ્ઞાન રોવરના વ્હિલમાં ઇસરોનો લોગો (ઇસરોનું પ્રતીક) ગોઠવવામાં આવ્યો છે. રોવર ચંદ્રની ધરતી પર ફરશે ત્યારે ઇસરોના લોગોની છાપ જમીન પર પડશે. રોવર આ છાપનો ફોટો ક્લિક કરીને પૃથ્વી પર ઇસરોને મોકલશે.
પ્રજ્ઞાન રોવર ચંદ્રની ધરતી પર ઉતરીને એક દિવસ(પૃથ્વીના ૧૪ દિવસ) પૃથ્વીના આ એક માત્ર ઉપગ્રહના વાતાવરણનો અભ્યાસ કરશે. ચંદ્રની માટીનું કુદરતી બંધારણ, તેમાં રહેલાં રસાયણિક અને ખનિજ તત્ત્વોના નમૂના લઇને તેનું વૈજ્ઞાનિક પૃથ્થકરણ કરીને તેની માહિતી અને ઇમેજીસ વિક્રમ લેન્ડરને મોકલશે. ત્યારબાદ વિક્રમ લેન્ડર આ બધી માહિતી અને ઇમેજીસ ચંદ્રની સપાટીથી બરાબર ૧૦૦ કિલોમીટરના અંતરે ફરતા ચંદ્રયાન - ૨ના ઓર્બિટરને મોકલશે. ત્યારબાદ ઓર્બિટર આ તમામ માહિતી અને ઇમેજીસ ઇસરોના બેંગલુરુ નજીકના બ્યાલાલુમાં આવેલા ડીપ સ્પેસ નેટવર્કને મોકલશે.
ચંદ્રયાન-૩ અવકાશયાનના પ્રપલ્ઝન મોડયુલમાં સ્પેક્ટ્રા-પોલારીમેટ્રી ઓફ હેબિટેબલ પ્લેનેટ અર્થ (એસ.એચ.એ.પી.ઇ.) નામનું વૈજ્ઞાનિક ઉપકરણ છે.આ ઉપકરણ દ્વારા પૃથ્વીથી ચંદ્ર સુધીની ભ્રમણકક્ષા સુધીના આકાશીમાર્ગમાં અવકાશયાન ચોક્કસ કેટલા ખૂણા પર રહીને આગળ વધે છે.સાથોસાથ અવકાશયાનને અંતરીક્ષમાંના કિરણોત્સર્ગ(રેડિયેશન)ની કેટલી અસર થાય છે વગેરે બાબતોનો ઉપયોગી અભ્યાસ થઇ શકે છે.
ચંદ્રની ઉજળી અને કાળી બાજુની વિશિષ્ટતા ચંદ્રના ઉલ્કાકુંડ ત્રણ પ્રકારના છે
આ તબક્કે આપણે ચંદ્રયાન-૩ અવકાશયાનનું વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધુ્રવ પર ઉતરવાનું છે તે હિસ્સા વિશે પણ વિશિષ્ટ જાણકારી મેળવીએ
આપણે પૃથ્વીવાસીઓ ચંદ્રની ફક્ત એક જ બાજુ જોઇ શકીએ છીએ. ચંદ્રની બીજી કે પાછળની બાજુ જોઇ શકતા નથી.આપણે ચંદ્રનો જે ચમકતો અને ઉજળો હિસ્સો જોઇ શકીએ છીએ તેને ખગોળશાસ્ત્રની ભાષામાં ટેરા(પ્લુરલ ટેરા) કહેવાય છે. જ્યારે ચંદ્રના પાછળના એટલે કે અંધકારભર્યા અથવા કાળા હિસ્સાને મેર(પ્લુરલ મારિયા) કહેવાય છે.
પ્લુરલ મારિયા મૂળ લેટિન શબ્દ છે અને તેનો અર્થ દરિયો થાય છે. આ લેટિન શબ્દ આંતરરાષ્ટ્રીય ખગોળ મંડળે અપનાવ્યો છે.
ચંદ્રનો આ મારિયા વિસ્તાર બે ટકા ઝાંખો અને ઘણો નીચાણવાળો છે. વળી, તેનો ૩૦ ટકા વિસ્તાર દક્ષિણ તરફનો છે. ઉપરાંત, ચંદ્રનો આ ઝાંખો વિસ્તાર જ્વાળામુખીના લાવારસના ખડકોનો બનેલો છે.એટલે કે ચંદ્રના મારિયા હિસ્સામાં ફેરોસ આયર્નનો જથ્થો હોવાનું પણ પુરવાર થયું છે.
ચંદ્રની ઉજળી-ચમકતી બાજુને ટેરા (પ્લુરલ ટેરા) કહેવાય છે. ચંદ્રની આ ચમકતી બાજુનો પ્રદેશ ૮૪ ટકા જેટલો છે. સાથોસાથ ઉંચાણવાળો પણ છે.ટેરાના આ જ ઉજળા વિસ્તારમાં સૌથી વધુ ઉલ્કાકુંડો છે.
* ચંદ્રના આ ટેરા વિસ્તારમાંના સૌથી નાના ઉલ્કાકુંડો બે કિલોમીટર ઉંડા અને ૧૦ કિલોમીટરપહોળા હોય છે.લીન્ને નામના ઉલ્કાકુંડનો વ્યાસ ૨,૫૦૦ મીટર છે.
* ચંદ્ર પરના વધુ મોટા ઉલ્કાકુંડનો સરેરાશ વ્યાસ ૨૦થી ૨૦૦ કિલોમીટર જેટલો હોય છે. ટાયકો નામના ઉલ્કાકુંડનો વ્યાસ ૮૫ કિલોમીટર છે.
* ચંદ્ર પરના સૌથી મોટા ઉલ્કાકુંડ લગભગ ૨૦૦ કિલોમીટર ઉંંડા હોય છે. ઇમ્બ્રીયમ નામના ઉલ્કાકુંડનો વ્યાસ ૧,૧૦૦ કિલોમીટર છે.
* ઉલ્કાકુંડના સંશોધનાત્મક અભ્યાસ માટે યુરેનિયમ-લીડ ડેટિંગ અને પોટેશિયમ-આર્ગોન ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/DHc2aNF
0 Comments