|
ચંદ્રયાન-3 ચંદ્ર પર લેન્ડ થયું એને આજે 7 દિવસ થયા છે. જેમાં ISRO ચંદ્રના દક્ષિણ ધ્રુવનો નઝારો બતાવ્યો હતો. ખાસ બાબત એ છે કે ચંદ્રનો 1 દિવસ એ પૃથ્વીના 14 દિવસ બરાબર છે. આથી પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લેન્ડરને ઝડપી કામગીરી કરવાની રહેશે. જો કે આ 7 દિવસમાં પણ ઘણી ઉપલબ્ધીઓ મેળવી છે.
જાણીએ ચંદ્રયાનની 7 દિવસની ઉપલબ્ધીઓ વિષે
23 ઓગસ્ટ સોફ્ટ લેન્ડીંગ બાદ ISROએ પહેલો ફોટો શેર કર્યો હતો. લેન્ડિંગ કેમેરાએ આ તસવીર લીધી હતી. વિક્રમે લેન્ડ થતા સમયનો ફોટો મોકલ્યો હતો. જેમાં લેન્ડર અને MOX-ISTRAC, બેંગલુરુ વચ્ચે કોમ્યુનિકેશન લિંક સ્થાપિત કરી હતી. આ ફોટો લેન્ડર હોરિઝોન્ટલ વેલોસિટી કેમેરાથી લેવાયો હતો.
24 ઓગસ્ટ ISROએ જાણકારી આપી હતી કે ભારતે ચંદ્ર પર ચહલકદમી કરી છે. ત્યારે ચંદ્રયાન- 3ના રોબોટિક રોવરે ચંદ્ર પર ચાલવાનું શરુ કર્યું હતું. જેમાં લેન્ડર મોડ્યુલના પેલોડ એક્ટીવ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત બધી કામગીરી સમયસર ચાલે છે અને સીસ્ટમ યોગ્યરીતે કામ કરે છે તેવી જાણકારી પણ આપવામાં આવી હતી. લેન્ડર મોડ્યુલના પેલોડ ILSA, RAMBHA અને ChaSTE ને 24 ઓગસ્ટથી શરુ કરવામાં આવ્યું હતું. તેમજ રવિવારે SHAPE પેલોડ શરુ કરવામાં આવ્યું હતું જેની જાણકારી ટ્વીટર પર આપવામાં આવી હતી.
25 ઓગસ્ટ ISROએ તેના ટ્વિટર એકાઉન્ટ પર નવો વીડિયો શેર કર્યો છે. જેમાં પ્રજ્ઞાન રોવર, લેન્ડરથી ધીમે ધીમે રૈમ્પની મદદથી નીચે ઉતરીને ચંદ્ર પર ફરતું જોવા મળ્યું હતું. સ્પેસ એજેન્સી એ આપેલી જાણકારી મુજબ સોલાર પેનલથી રોવરને પાવર મળે છે. તેમજ પ્રજ્ઞાન ચંદ્રની સપાટી પર 8 મીટરનું અંતર કાપીને તેના પેલોડને શરુ કરી દેવામાં આવ્યા હતા.
26 ઓગસ્ટ આ મિશનના 3 માંથી 2 ઉદેશ પુરા થવા બાબતે ISROએ જાણકારી આપી હતી. જેમાં ચંદ્રની સપાટી પર સુરક્ષિત અને સોફ્ટ લેન્ડીંગ તેમજ ચંદ્ર પર ચહલકદમીનો સમાવેશ થાય છે. આમ ISRO એ આ બે બાબતમાં સફળતા મેળવી હતી.
આ ઉપરાંત PM મોદીએ ચંદ્રયાન-3ના લેન્ડિંગ પોઈન્ટનું નામ શિવ શક્તિ પોઈન્ટ, ચંદ્રયાન-2ના ક્રેશ પોઈન્ટનું નામ તિરંગા પોઈન્ટ, અને ત્રીજું ચંદ્રયાન-3ના ચંદ્ર પર લેન્ડિંગના દિવસને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ હવેથી 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવામાં આવશે.
27 ઓગસ્ટ ISROએ વિક્રમ લેન્ડર પર ChaSTE પેલોડમાંથી મળેલો ગ્રાફ શેર કર્યો હતો . આ મુજબ, ચંદ્રની સપાટીનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ છે. તે જ સમયે, ઊંડાણમાં ગયા પછી, ચંદ્રની સપાટીના તાપમાનમાં ઝડપથી ઘટાડો થાય છે. ગ્રાફ પર નોંધાયેલા ડેટા અનુસાર, 80 મીમીની અંદર ગયા પછી, તાપમાન 10 ડિગ્રી સુધી ઘટી જાય છે. આના પરથી એવું લાગે છે કે ચંદ્રની સપાટી ગરમી જાળવી રાખવામાં સક્ષમ નથી.
28 ઓગસ્ટ પ્રજ્ઞાન રોવરનું કામ ચંદ્ર પરની સંશોધન માહિતી પૃથ્વી સુધી પહોંચાડવાની છે. 26 કિલો વજન ધરાવતું રોવર ચંદ્ર પર એક સેકન્ડમાં એક સેમી જેટલું ચાલે છે. પ્રજ્ઞાન રોવરને ચંદ્ર ભ્રમણ સમયે રસ્તમાં એક ખાડો આવ્યો હતો. 4 મીટર જેટલો મોટો ખાડો રસ્તામાં આવતા પ્રજ્ઞાન રોવરને સુરક્ષિત રીતે બીજા રૂટ પર મોકલવામાં આવ્યું હતું.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/RbcSna3

0 Comments