5 ઓગસ્ટ 2023 એટલે કે આવતી કાલનો દિવસ ચંદ્રયાન-3 માટે એક પરીક્ષાનો સમય છે. ઈસરોએ આજે ​​જણાવ્યું કે, ચંદ્રયાન-3 એ ચંદ્ર તરફની તેની બે તૃતીયાંશ યાત્રા પૂર્ણ કરી લીધી છે. લગભગ 40 હજાર કિલોમીટરના અંતરે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ તેને પોતાની તરફ ખેંચશે. આવતી કાલે ચંદ્રયાન-3 ચંદ્રની ભ્રમણકક્ષાને પણ પકડવાનો પ્રયાસ કરશે.

લુનર ઓર્બિટ ઈન્જેક્શન આવતી કાલે આ સમયે કરવામાં આવશે 

આવતીકાલનો દિવસ ચંદ્રયાન-3 માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઈસરોના વૈજ્ઞાનિકોએ ખાતરી આપી છે કે, તેઓ ચંદ્રયાન-3ને ચંદ્રની ભ્રમણકક્ષામાં મુકવામાં સક્ષમ છે. ચંદ્રયાન-3નું લુનર ઓર્બિટ ઈન્જેક્શન 5 ઓગસ્ટના રોજ સાંજે 7 વાગ્યાની આસપાસ કરવામાં આવશે. એટલે કે તેને ચંદ્રની પ્રથમ ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે.

આ રીતે ચંદ્રયાન-3 કરશે કાર્ય 

6 ઓગસ્ટના રોજ લગભગ 11 વાગ્યાની આસપાસ, ચંદ્રયાનને ચંદ્રની બીજી કક્ષામાં મૂકવામાં આવશે. ત્રીજી ભ્રમણકક્ષા 9 ઓગસ્ટે બપોરે 2.45 વાગ્યાની આસપાસ મૂકવામાં આવશે. ચોથું ચંદ્ર ભ્રમણકક્ષા ઈન્જેક્શન 14 ઓગસ્ટે બપોરે 12 વાગ્યાની આસપાસ અને પાંચમું ચંદ્ર ભ્રમણકક્ષા ઈન્જેક્શન 16 ઓગસ્ટના રોજ સવારે 8.30 વાગ્યાની આસપાસ થશે. 17 ઓગસ્ટના રોજ, પ્રોપલ્શન મોડ્યુલ અને લેન્ડર મોડ્યુલ અલગ થઈ જશે.

હજુ 19 દિવસની યાત્રા બાકી 

17 ઓગસ્ટે જ ચંદ્રયાનને ચંદ્રની 100 કિમીની ઉંચાઈની ગોળાકાર ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે. ડીઓર્બીટીંગ 18 અને 20 ઓગસ્ટના રોજ થશે. એટલે કે ચંદ્રની ભ્રમણકક્ષાનું અંતર ઘટશે. લેન્ડર મોડ્યુલ 100 x 30 કિમીની ભ્રમણકક્ષામાં જશે. આ પછી ચંદ્રયાનનું લેન્ડિંગ 23મીએ સાંજે 5.47 કલાકે કરવામાં આવશે. પરંતુ હજુ 19 દિવસની યાત્રા બાકી છે. ચંદ્રયાનની સામે કેટલીક સમસ્યાઓ પણ આવી શકે છે. 

ચંદ્રયાન-3ની આસપાસ એક રક્ષણાત્મક કવચ ઉપલબ્ધ

ચંદ્રયાન-3ની આસપાસ એક રક્ષણાત્મક કવચ મૂકવામાં આવ્યું છે. જે અવકાશમાં પ્રકાશની ઝડપે આગળ વધતા સબએટોમિક કણોથી રક્ષણ આપે છે. આ કણોને રેડિયેશન કહેવામાં આવે છે. જ્યારે કોઈ કણ ઉપગ્રહને અથડાવે છે, ત્યારે તે તૂટી જાય છે. તેમાંથી નીકળતા કણો ગૌણ વિકિરણ ઉત્પન્ન કરે છે. આપણા સૂર્યમાંથી ચાર્જ થયેલા કણો અવકાશયાનને નુકસાન અથવા નાશ કરી શકે છે. મજબૂત જીઓમેગ્નેટિક કણો અવકાશયાનને નુકસાન પહોંચાડે છે. પરંતુ ચંદ્રયાન-3ને સુરક્ષિત બનાવી દેવામાં આવ્યું છે. તેની આસપાસ એક ખાસ બખ્તર છે તૈયાર કરવામાં આવ્યું છે જે તેનું રક્ષણ કરે છે. 

શું ચંદ્રયાન-3 પર આ વસ્તુનું સંકટ?

સ્પેસ ડસ્ટ કે જેને તેમને કોસ્મિક ડસ્ટ પણ કહેવામાં આવે છે. આ અવકાશયાન સાથે અથડાયા પછી તેઓ પ્લાઝમામાં ફેરવાય છે. આ વધુ ઝડપ અને અથડામણને કારણે થાય છે. જેના કારણે અવકાશયાનને પણ નુકસાન થઈ શકે છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/pVbJtTX