
- અવકાશયાનની ભ્રમણકક્ષા ગોળાકાર થતી જશે
- ચંદ્ર પર પૃથ્વી પર છે તેવું વાયુમંડળ નહીં હોવાથી અંતરીક્ષમાંથી સતત ભારેભરખમ વજનની ઉલ્કાઓનો વરસાદ વરસે છે
- 50થી 100 કિ.મી.પહોળા -ઉંંડા ઉલ્કાકુંડોને ભારતના મહાન વિજ્ઞાાનીઓનાં નામ પણ અપાયાં છે
બેંગલુરુ/મુંબઇ : ભારતના ચંદ્રયાન-૩ અવકાશયાને ૨૦૨૩ની ૫,ઓગસ્ટે સાંજે ૭ :૧૫ વાગે ચંદ્રની ભ્રમણકક્ષામાં સફળ અને સરળ પ્રવેશ કર્યો છે. સાથોસાથ પૃથ્વીપુત્ર ચંદ્રની ધરતીની સાફસુથરી ઇમેજીસ(છબી) પણ મોકલી રહ્યું છે. ચંદ્રમાની ઇમેજીસમાં નાના નાના અસંખ્ય ઉલ્કાકુંડો પણ સ્પષ્ટ રીતે જોઇ શકાય છે.
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગનાઇઝેશને (ઇસરો) ૬, ઓગસ્ટે ચંદ્રયાન -૩ ની ભ્રમણકક્ષામાં પહેલી જ વખત ઘટાડો કર્યો છે. ઇસરોની સહયોગી સંસ્થા સ્પેસ એપ્લિકેશન સેન્ટરનાં આધારભૂત સૂત્રોએ ગુજરાત સમાચારને એવી માહિતી આપી છે કે ચંદ્રયાન --૩ અવકાશયાન અમારા સચોટ ટેકનિકલ આયોજન મુજબ સંપૂર્ણપણે કાર્ય કરી રહ્યું છે. ચંદ્રયાન -૩ની ભ્રમણકક્ષા તબક્કાવાર ઘટી રહી હોવાથી અવકાશયાન પણ તબક્કાવાર ચંદ્રની ધરતી નજીક જઇ રહ્યું છે. ચંદ્રયાન -૩ હાલ ચંદ્રની ધરતીથી ૧૭૦ બાય ૪૩૧૩ કિલોમીટરના અંતરે છે. હવે ૯, ઓગસ્ટે, બપોરે ૧ :૦૦ થી ૨ :૦૦ દરમિયાન ચંદ્રયાન -૩ ની ભ્રમણકક્ષામાં બીજો અને વધુ મહત્વનો ઘટાડો કરવામાં આવશે. આ રીતે ચંદ્રયાન -૩ અવકાશયાનની પાંચ-છ ભ્રમણકક્ષામાં તબક્કાવાર ઘટાડો થશે. ૧૭, ઓગસ્ટે અવકાશયનનાં લેન્ડર મોડયુલ (એલએમ) અને પ્રપલ્ઝન મોડયુલ(પીએમ) છૂટાં પડશે. આ તબક્કે વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી તરફ આગળ વધતાં પહેલાં ૧૦૦ બાય ૩૦ કિલોમીટરની સૌથી નાની ભ્રમણકક્ષામાં રહેશે. ત્યારબાદ ૨૩, ઓગસ્ટે ૧૦૦ બાય ૩૦ કિલોમીટરની ભ્રમણકક્ષામાં રહીને ચંદ્રની ધરતી પર સલામત રીતે ઉતરવા આગળ વધશે.વિક્રમ લેન્ડર ૨૦૨૩ની ૨૩, ઓગસ્ટે સાંજે ૫ : ૪૭ વાગે ચંદ્રના દક્ષિણ ધુ્રવનાં નિશ્ચિત કરેલાં બેમાંથી કોઇપણ એક સ્થળ પર ઉતરશે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/HBycGCu
0 Comments