Image Envato 

તા. 21 ઓગસ્ટ 2023, સોમવાર 

ચંદ્ર ધરતીથી દર વર્ષે ધીરે- ધીરે દુર થઈ રહ્યો છે. ચંદ્રની ધરતીથી દુર જવાની પ્રક્રિયા કરોડો વર્ષથી ચાલી આવી રહી છે. જો કે ખગોળશાસ્ત્રીઓને તેની જાણકારી લગભગ 60 વર્ષ પહેલા મળી હતી. 

ભારતીય અવકાશ સંશોધન દ્વારા મોકલવામાં આવેલ ચંદ્રયાન-3 ને હવે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોચવામાં માત્ર બે દિવસ બાકી છે. એટલે કે 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ થશે. પરંતુ આ સાથે મજાની વાત એ છે કે માણસ સતત ચંદ્રની નજીક જવાની કોશિશ કરી રહ્યો છે. પરંતુ ચંદ્ર દર વર્ષે ધીમે ધીમે પૃથ્વીથી દૂર જઈ રહ્યો છે. અને એવુ પણ નથી કે આજકાલની પ્રોસેસ છે... ચંદ્ર પૃથ્વીથી દૂર જવાની પ્રક્રિયા લાખો વર્ષોથી ચાલી રહી છે. જો કે, ખગોળશાસ્ત્રીઓને લગભગ 60 વર્ષ પહેલા આ વિશે માહિતી મળી ગઈ હતી. જો કે હવે વૈજ્ઞાનિકોએ ચંદ્રને દૂર કરવાની ગતિ અને તેની અસર વિશેનો અંદાજ લીધો છે.

ચંદ્ર દર વર્ષે પૃથ્વીથી લગભગ 3.8 સેમી જેટલો દૂર જઈ રહ્યો છે

ખગોળશાસ્ત્રીઓના કહેવા પ્રમાણે  ચંદ્ર દર વર્ષે પૃથ્વીથી લગભગ 3.8 સેમી જેટલો દૂર જઈ રહ્યો છે. ખગોળશાસ્ત્રીઓનું કહેવુ છે કે ગેલેક્સીમાં ગ્રહો હોય છે. દરેક ગ્રહેને પોત-પોતાનું સંતુલન હોય છે. દરેક ગ્રહો એકબીજાને આકર્ષિત કરતા હોય છે. જેના કારણે ચંદ્ર પૃથ્વીથી દૂર જઈ રહ્યો છે.વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેનું કારણ અંતરિક્ષમાં હેવી પ્લેટનરી બોડીઝ રહેલી છે. આ સાથે વૈજ્ઞાનિકોનું માનવું છે કે અવકાશની ઘટનાને કારણે ધરતી પરથી ડાયનાસોરની પ્રજાતિ સંપૂર્ણપણે ગાયબ થઈ ગઈ છે. 

ચંદ્રની વધતી દુરીના કારણે લાંબા થઈ રહ્યા છે દિવસ

વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે ધરતીના સૌરમંડળમાં અરબો વર્ષથી ચંદ્રની દુર થવાની પ્રક્રિયાના કારણે આપણા દિવસની લંબાઈ વધી રહી છે. એક નવા સંશોધનમા થયેલી ખગોળકીય ઘટનાઓમાં આ ઘટના વધુ મજેદાર છે. જો કે હાલમાં ચંદ્ર આપણી પૃથ્વીથી લગભગ 3 લાખ 84 હજાર 400 કિલોમીટર દુર છે. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે લગભગ 245 કરોડ વર્ષ પહેલા ચંદ્ર ધરતીથી લગભગ 62 હજાર 869 કિલોમીટર દુર હતો. બીજા શબ્દોમાં કહીએ તો આ દરમ્યાન ધરતી અને ચંદ્રની વચ્ચેની દુરી 62 હજાર 531 કિલોમીટર દુરી વધી ગઈ છે. જેમ જેમ ચંદ્ર દુર જઈ રહ્યો છે તેમ તેમ આપણા દિવસોના કલાકો વધતા રહે છે. 




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/SD9HKIu