![]() |
| Image Envato |
તા. 26 ઓગસ્ટ 2023, શનિવાર
વર્તમાન સમયમાં ઓફિસમાં કામ કરતા મોટાભાગના લોકો લેપટોપનો ઉપયોગ કરતા હોય છે. ઉપરાંત સ્કુલ તથા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ લેપટોપની જરુર પડતી હોય છે. અને એકવાર લેપટોપ લાવ્યા બાદ તેને સાફ રાખવું તેમજ સર્વિસ પણ કરાવતા રહેવું જોઈએ. પરંતુ લેપટોપ સાફ સુધરુ રાખવા માટે કેટલીક સાવચેતી રાખવી જરુરી છે.
કેવી રીતે કરવી જોઈએ લેપટોપની સફાઈ
લેપટોપની સફાઈ કરવા માટે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી જરુરી છે. જે અંતર્ગત બહારથી લેપટોપ સાફ કરવાનું હોય ત્યારે તેના માટે માઈક્રોફાઈબર કપડાનો ઉપયોગ કરવો જોઈએ. ધુળ, આંગળીયોના નિશાન અને ડાગ હટાવવા માટે સુકા માઈક્રોફાઈબર કપડાનો ઉપયોગ કરી બહારનો ભાગ હળવા હાથે સાફ કરવો જોઈએ. તેના પર ક્યારેય દબાણ કરીને સ્ક્રીન સાફ કરવી જોઈએ નહી. આવુ કરવાથી સ્ક્રીનને નુકસાન થાય છે.
કીબોર્ડની સ્વીચો અને ટચસ્ક્રીનની વચ્ચે જામેલી ધુળ સાફ કરવા માટે મુલાયમ બ્રસ અથવા કંપ્રેસ એરનો ઉપયોગ કરવો જોઈએ. લેપટોપની સ્ક્રીન સાફ કરવા માટે ઘરમાં વપરાતો ડિટરજન્ટ પાવડરનો ઉપયોગ કરવો જોઈએ નહી.
કીબોર્ડની સફાઈ કરતા પહેલા આટલુ ધ્યાનમાં રાખવુ જોઈએ
લેપટોપને ઊંધુ રાખી પાછળના ભાગેથી થપથપાવવું જોઈએ જેથી કરીને નાનો અને જીણો કચરો બહાર આવી જશે.અંદરનો કચરો બહાર કાઢવા માટે કંપ્રેસરનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત કીબોર્ડ સાફ કરવા માટે ક્યારેય લિક્વિડનો ઉપયોગ કરવો જોઈએ નહી. કારણ કે તે અંદર ગયા પછી ખરાબ કરી દે છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Vtz0IBk

0 Comments