આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દિવસેને દિવસે એટલું આગળ વધી રહ્યું છે કે, માણસની કલ્પનાશક્તિથી પણ વધારે આગળ વિચારી તેનું કાર્ય આપણને જોવા મળે છે. તાજેરતમાં જ તેનું એક ઉદાહરણ સામે આવ્યું કે હવે AI દ્વારા કેન્સરને જોખમી સ્ટેજ પહેલા શોધી અને તેને અટકાવી શકાશે. 

AIIMS દિલ્હી, સફદરજંગ હોસ્પિટલ અને IIT દિલ્હીનો સંયુક્ત અભ્યાસ

ચાર કલાક અગાઉ તે ICUમાં દાખલ બાળકોમાં હાયપોથર્મિયા જેવી સ્થિતિ શોધી શકે છે. AIIMS દિલ્હી, સફદરજંગ હોસ્પિટલ અને IIT દિલ્હીમાં કરવામાં આવેલા અલગ-અલગ અભ્યાસમાં આ માહિતી સામે આવી છે. ઘણા કિસ્સાઓમાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેન્સરના કોષોની છબીઓને 95 ટકા સુધીની ચોકસાઈ સાથે તંદુરસ્ત કોષોની છબીઓથી અલગ કરવામાં સક્ષમ છે. સંશોધકોના મતે આના પર વધુ કામ કરી હજુ ચોક્કસ બનાવી શકાય છે.

કેન્સર રોકવા AI મોડેલ ડિઝાઇન કરાયું 

AIIMS દિલ્હી અને ઇન્દ્રપ્રસ્થ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન ટેક્નોલોજી, દિલ્હીના સંશોધકોએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સંયુક્ત અભ્યાસમાં, AI મોડેલ ડિઝાઇન કર્યું છે જે કુલ 74,000 સ્વસ્થ અને બહુવિધ માયલોમા કેન્સર કોષોમાંથી કેન્સરના કોષોને અલગ કરી શકે છે. તેનું 95 ટકા સચોટ પરિણામ આવ્યું છે. આ અભ્યાસમાં સ્વસ્થ લોકોના 40 હજાર કોષો અને મલ્ટીપલ માયલોમા કેન્સરથી પીડિત 46 દર્દીઓના 34 હજાર કોષોના ફોટોગ્રાફ્સનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો હતો.

AI મલ્ટીપલ માયલોમા કેન્સરને વહેલુ ઓળખી શકાશે 

IIT ના સંશોધકોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને એક એવી ટેક્નોલોજી વિકસાવી છે જે ખૂબ જ ઓછા સમયમાં સ્વસ્થ કોષો અને કેન્સર કોષોના ભેદનું ચિત્ર રજૂ કરી શકે છે. ડૉક્ટરોનું કહેવું છે કે આવનારા સમયમાં AI મલ્ટીપલ માયલોમા કેન્સરને વહેલી ઓળખવામાં સક્ષમ બનશે. 



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/loqKi7b