
વોટ્સએપ સતત નવા ફીચર્સ સાથે યુઝર્સના ચેટિંગ એક્સપીરિયંસને વધુ સારો બનાવી રહ્યો છે. હવે વોટ્સએપમાં એક નવું ફીચર ઉમેરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ ચેટિંગને મજેદાર બનાવવા માટે AI સ્ટિકર્સ બનાવી અને શેર કરી શકે છે. WABetaInfoએ WhatsAppના આ નવા ફીચર વિશે માહિતી આપી હતી. વોટ્સએપના આ નવા ફીચરની ઝલક શેર કરેલા સ્ક્રીનશોટમાં જોઈ શકાય છે. આ સ્ક્રીનશોટમાં નવું ક્રિએટ બટન દેખાય છે. કંપની કીબોર્ડમાં આપવામાં આવેલા સ્ટિકર્સ ટેબમાં નવું બટન ઓફર કરી રહી છે.
📝 WhatsApp beta for Android 2.23.17.14: what's new?
— WABetaInfo (@WABetaInfo) August 14, 2023
WhatsApp is rolling out a feature to create and share AI stickers, and it is available to a very limited group of beta testers!https://t.co/spn8xvezZk pic.twitter.com/6iDf9cOdPf
યુઝર્સ પોતાની પસંદગી અનુસાર બનાવી શકશે સ્ટિકર્સ
આ વિકલ્પ પસંદ કર્યા પછી યુઝર્સને જે પ્રકારનું સ્ટિકર જોઈએ તે વોટ્સએપને તે સમજાવવું પડશે. આ પછી વોટ્સએપ યુઝરના વર્ણનના આધારે બનાવેલ AI સ્ટિકર્સનો સેટ બતાવશે. આમાં યુઝર્સ પોતાની પસંદગીના સ્ટિકર્સ પસંદ કરીને શેર કરી શકે છે. આ AI સ્ટિકર્સ મેટાની સિક્યોર ટેકનોલોજી દ્વારા જનરેટ કરવામાં આવ્યા છે. WABetaInfo અનુસાર AI સ્ટિકર પર યુઝર્સને સંપૂર્ણ નિયંત્રણ હશે. જો યુઝર્સને લાગે કે સ્ટીકર અયોગ્ય અથવા અપમાનજનક છે, તો તે મેટાને તેની જાણ પણ કરી શકે છે.
આ યુઝર્સ માટે આવ્યું નવું ફીચર
વોટ્સએપમાં આ નવું ફીચર સંપૂર્ણપણે વૈકલ્પિક છે. આનો અર્થ એ છે કે તમે ઇચ્છો તેમ તેનો ઉપયોગ કરી શકો છો અને જો તમને તે પસંદ નથી, તો તમે તેને અવગણી શકો છો. નવા ફીચરની ખાસ વાત એ છે કે રીસીવર AIથી બનેલા સ્ટિકર્સને સરળતાથી ઓળખી શકે છે. મેટાએ હમણાં જ કેટલાક બીટા ટેસ્ટર્સ માટે આ ફીચર રોલઆઉટ કર્યું છે. જો તમે બીટા યુઝર છો, તો તમે એન્ડ્રોઇડ 2.23.17.14 અપડેટ માટે બીટામાં આ ફીચરનો ઉપયોગ કરી શકો છો.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/nKQVY0k
0 Comments