
જો તમે વીડિયો કોન્ફરન્સિંગ દરમિયાન અથવા પબ્લિક પ્લેસ પર લેપટોપ પર પાસવર્ડ જેવી સંવેદનશીલ વિગતો ટાઈપ કરો છો તો ચેતી જજો કારણ કે અમ કરવાથી તમારો પાસવર્ડ ચોરાઈ શકે છે. હેકર્સ હવે તમારા ટાઈપિંગનો અવાજ સાંભળીને તમે કીબોર્ડ પર કઈ કી દબાવી રહ્યા છો તે જાણવા માટે અને આમ કરવાથી તેઓ સંપૂર્ણ ચોકસાઈ સાથે તમારો પાસવર્ડ ચોરી શકે છે. ઝૂમ કૉલ દરમિયાન તમારા કમ્પ્યુટરનો પાસવર્ડ દાખલ કરવાથી તમને સાયબર હુમલાનું જોખમ રહેલું છે કારણ કે હેકર્સ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટૂલ્સનો ઉપયોગ કરીને તમારો પાસવર્ડ ચોરી કરવા માટે તમારા કીસ્ટ્રોકને સાંભળી શકે છે. આ વાતની ખુલાસો તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં થયો છે. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, AIમાં ટાઈપિંગ અવાજ સાંભળીને દબાવવામાં આવતા બટનને ઓળખવાની ક્ષમતા છે.
AI ટૂલ દ્વારા 90 ટકાથી વધુની ચોકસાઈ
3 ઓગસ્ટના રોજ પ્રકાશિત થયેલા એક પેપરમાં, સંશોધકોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ઝૂમ જેવા વીડિયો કોન્ફરન્સિંગ પ્લેટફોર્મની વધતી જતી ઉપયોગિતા અને માઇક્રોફોનથી સજ્જ ઉપકરણોની વ્યાપક ઉપલબ્ધતા સાથે, ધ્વનિ-આધારિત સાયબર હુમલાઓનું જોખમ વધી ગયું છે. સંશોધકો દ્વારા અભ્યાસ કરાયેલ AI સાધનોએ 90% થી વધુની ચોકસાઈ સ્તર સાથે કીસ્ટ્રોક અવાજોમાંથી પાસવર્ડ સહિત ટેક્સ્ટને ચોક્કસ રીતે સમજવાની ક્ષમતા દર્શાવી છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/rt6LMmG
0 Comments