![]() |
| Image Freepic |
તા. 5 ઓગસ્ટ 2023, શનિવાર
અંતરિક્ષની દુનિયા અનોખી છે, અને તેના વિશે જેમ-જેમ વધુ જાણીએ તેમ-તેમ વધારે જાણવાની ઈચ્છા થાય છે, અને તેમા વધુ રસ પડે છે. આજે દરેક લોકોને દરેક વિષયે વધુને વધુ જાણવાની ઈચ્છા થતી હોય છે. આપણે દરેક લોકોએ જોયુ હશે કે જ્યારે પણ કોઈ અવકાશયાત્રીઓ અવકાશમાં જાય છે ત્યારે તેમને એક ખાસ પ્રકારનો ડ્રેસ પહેરાવવામાં આવતો હોય છે.
જો કોઈ માનવ અથવા અવકાશયાત્રી સ્પેસ સૂટ પહેર્યા વિના અવકાશમાં જાય તો....!
અવકાશયાત્રીઓને પહેરાવવામાં આવતો આ સ્પેસ સૂટ મોટાભાગે સફેદ કલરનો હોય છે અને અવકાશયાત્રીઓને ઠંડી, રેડિયેશન અને ઓછા દબાણથી બચાવવા માટે સ્પેશિયલ ડિઝાઈન કરવામાં આવેલ હોય છે. આ સૂટ અવકાશયાત્રીઓને ઓક્સિજન પણ પૂરુ પાડે છે, જેના કારણે તે જીવતા રહી શકે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો કોઈ માનવ અથવા અવકાશયાત્રી સ્પેસ સૂટ પહેર્યા વિના અવકાશમાં જાય તો શું થશે? નિષ્ણાતોએ તેના વિશે વિગતવાર માહિતી આપી છે.
અવકાશમાં શૂન્યાવકાશ હોવાથી ત્યાં કોઈ વાતાવરણીય દબાણ હોતુ નથી.
ટ્રાન્સલેશનલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ હેલ્થના સ્પેસ સાયન્ટિસ્ટ એમેન્યુઅલ ઉરક્વિએટાએ આ વિશે વિગતવાર માહિતી આપતા કહ્યું હતું કે, પૃથ્વી પરના વાતાવરણને કારણે આપણા શરીર પર એક પ્રકારનું દબાણ પેદા થાય છે. જેને વાયુમંડળીય દબાણ કહેવામાં આવે છે. અને તે આપણા શરીરના દબાણને નિયંત્રિત કરે છે. પરંતુ અવકાશમાં શૂન્યાવકાશ હોવાથી ત્યાં કોઈ વાતાવરણીય દબાણ હોતુ નથી. એટલે કે ત્યાં એક પળ રોકાવું પણ શક્ય નથી.
અંતરિક્ષમાં શૂન્યાવકાશ હોવાથી અવકાશયાત્રી માટે શ્વાસ લેવાનું અશક્ય થઈ જાય છે
વૈજ્ઞાનિકોએ માહિતી આપતાં કહ્યું કે, કોઈ વ્યક્તિ સ્પેસસુટ વગર અંતરિક્ષમાં પગ મુકતાની સાથે જ મરી જશે. હવાનું દબાણ ઓછુ હોવાના કારણે અંતરિક્ષમાં શૂન્યાવકાશ હોવાથી અવકાશયાત્રી માટે શ્વાસ લેવાનું અશક્ય થઈ જાય છે. શરીરમાં રહેલ લોહી અને પાણી ઉકળવા લાગે છે. કારણ કે નાકની અંદરની રક્તવાહિનીઓ કમજોર થઈ જાય છે. એટલે સૌથી પહેલા નાકમાથી લોહી નિકળવા લાગે છે. અને આ પ્રકારે આપણા શરીરમાં ઈન્ટરનલ બ્લીડિંગ થાય છે, જેના કારણે અવકાશયાત્રીનું તરત જ મૃત્યુ થઈ જાય છે. સ્પેસ સુટ ખૂબ મોંઘો આવે છે. 1974માં નાસાએ ખુલાસો કરતાં કહ્યું હતું કે એક સ્પેસ સૂટની કિંમત 15-22 મિલિયન ડોલરની આસપાસ હોય છે, જે આજે લગભગ 83-122 મિલિયન ડોલર પર મળે છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/OtsqI2Z

0 Comments