
ભારતમાં આઝાદી દિવસે પહેલી વખત ભારતમાં બનેલી સ્વદેશી તોપો વડે લાલ કિલ્લા પરથી 21 તોપોની સલામી આપવામાં આવી હતી.
105 મિમીની ઈન્ડિયન ફિલ્ડ ગનની ગર્જના
દેશમાં બનેલી 105 મિમીની ઈન્ડિયન ફિલ્ડ ગને આજે ગર્જના કરી હતી.આ પહેલા 15 ઓગસ્ટે બ્રિટિશ બનાવટની 25 પાઊન્ડર આર્ટિલરી ગનથી સલામી આપવામાં આવતી હતી.
મેક ઈન ઇન્ડિયાની સફળતાનો સંદેશો
ભારતમાં જ બનેલી ફિલ્ડ ગનનો સલામી આપવા માટે ઉપયોગ કરીને ભારતે એક રીતે મેક ઈન ઇન્ડિયાની સફળતાનો સંદેશો આપ્યો હતો.ભારતમાં હવે સ્વદેશી હથિયારોનુ ઉત્પાન થઈ રહ્યુ છે.વિદેશી હથિયારોની જગ્યાએ મેક ઈન ઈન્ડિયા હેઠળ બનેલા હથિયારો પર ભાર મુકાઈ રહ્યો છે.
ચીનની સીમા પર આસાનીથી તૈનાત કરી શકાય
ભારતે આજે જે ફિલ્ડ ગનનો ઉપયોગ કર્યો છે તેની ઘણી વિશેષતાઓ બ્રિટનની એલ118 લાઈડ ગન સાથે મેળ ખાય છે.આ હળવા વજનની તોપ છે એટલે તેને ગમે ત્યાં આસાનીથી લઈ જઈ શકાય છે.ખાસ કરીને પહાડો પર .જ્યાં જરુર પડે તે ચીનની સીમા પર આસાનીથી તૈનાત કરી શકાય છે.
સૌથી ઓછુ વજન ધરાવતુ મોડેલ
આ ગનના ત્રણ મોડેલ છે.એક મોડેલ ટ્રક પર પણ ઉપયોગમાં લઈ શકાય છે.સૌથી ઓછુ વજન ધરાવતુ મોડેલ 2380 કિલોનુ અને મહત્તમ વજનવાળુ મોડેલ 3450 કિલોનુ છે.તેની લંબાઈ 19.6 ફૂટ છે.તેનુ નાળછુ 7.7 ફૂટનુ છે .આ ગન 7.3 ફૂટ પહોળી અને 3.8 ફૂટ ઉંચી છે.તેની રેન્જ 17 થી 20 કિલોમીટરની છે.
દર એક મીનીટે 6 રાઉન્ડ ફાયર કરવા સક્ષમ
એક મિનિટમાં તે 6 રાઉન્ડ ફાયર કરી શકે છે.માઈનસ 27 ડિગ્રીથી લઈને 60 ડિગ્રી સુધીના તાપમાનમાં તે કામ કરી શકે છે.તોપને બે થી ત્રણ હિસ્સામાં અલગ કરી શકાતી હોવાથી તેની હેર ફેરમાં આસાની રહે છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/7OnJSNf
0 Comments