
મોસ્કો,૨૨ ઓગસ્ટ,૨૦૨૩, મંગળવાર
રશિયાની સ્પેસ એજન્સી લૂના ૨૫નું સ્પેસક્રાફટ ક્રેશ થવાથી ચંદ્ર અભિયાન નિષ્ફળ ગયું છે. આવા સંજોગોમાં ભારતના ચંદ્રયાન-૩ પર દુનિયા આખીની નજર મંડાયેલી છે. ખાસ કરીને ચંદ્રયાનના લેન્ડિંગ ખૂબજ મહત્વની ઘટના હશે જેનો ભારતવાસીઓ આતૂરતાથી રાહ જોઇ રહયા છે. રશિયાનું લૂના ૨૫ કેમ નિષ્ફળ ગયું તે અંગે એક સમિતિની રચના કરવામાં આવી છે પરંતુ રશિયાની સ્પેસ એજન્સી રોસ્કોસ્મોસના પ્રમુખ લૂના-૨૫ ની નિષ્ફળતા માટે કેટલાક કારણો જણાવ્યા છે.
લૂના સ્પેસક્રાફટ ચંદ્ર પર લેન્ડિંગ કરે તેની ચરમસિમાએ ક્રશ થયું હતું. આ નિષ્ફળતા માટે લાંબા સમય સુધી ચંદ્ર અભિયાનો બંધ રાખવાની નીતિને જવાબદાર ગણાવી હતી. ખાસ કરીને ૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકામાં રશિયાએ જે સ્પેસ અનુભવો મેળવ્યા હતા તેનો લાંબા અંતરાલ પછી ઉપયોગ થઇ શકયો નથી.

ચંદ્ર અભિયાનોમાં લાંબો વિરામ પડવાથી અનુભવ વ્યહવારિક રીતે ગુમાવી દીધા છે. રશિયાની સ્પેસ એજન્સીએ રોસ્કોસમોસએ સોવિયત સંઘના જમાનામાં ચંદ્ર અભિયાનો શરુ કર્યા હતા ત્યાર પછી પડદો પડી ગયો છે. ૧૧ ઓગસ્ટના રોજ ૫૦ વર્ષ પછી શરુ કરવામાં આવેલા ચંદ્ર અભિયાનનો હેતું ચંદ્રના દક્ષિણ ઘુ્વ પર સોફટ લેન્ડિંગ કરવાનો હતો. લૂનાનું લક્ષ્યાંક ભારતનું ચંદ્રયાન ૩ ચંદ્રની સપાટી પર લેન્ડિંગ કરે તે પહેલા લેન્ડ થવાનો હતો.
૨૧ ઓગસ્ટના રોજ પ્રાથમિક પૃથ્થકરણમાં ધ્યાનમાં આવ્યું હતું કૅ પ્રિ લેન્ડિંગ ઓર્બિટ દરમિયાન અંતરિક્ષયાન એક એવી કક્ષામાં પહોંચી ગયું હતું જયાં તે હોવું જોઇતું ન હતું. આથી તે ચંદ્રની સપાટી સાથે ટકરાઇને નિષ્ફળ ગયું હતું. પ્રિલેન્ડિંગ ઓર્બિટમાં જવા માટે એન્જીન ૮૪ સેકન્ડ સુધી સળગવું જરુરી હતું પરંતુ ૧૨૭ સેકન્ડ સુધી બળતું રહયું હતું. સ્પેસક્રાફટના ક્રેશ થવાનું આ જ મુખ્ય કારણ છે. લુના -૨૫ અભિયાન લોંચ થયું ત્યારે સફળ થવાની શકયતા ૭૦ ટકા જેટલી હતી.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/INqJzT2
0 Comments