![]() |
| Image ISRO Twitter |
તા. 24 ઓગસ્ટ 2023, ગુરુવાર
ભારતનું મિશન મુન સફળતા પુર્વક પહોચી ગયુ છે. જે બાદ ભારત દેશ વિશ્વના પસંદગીના દેશોમાં સામેલ થઈ ગયો છે, કે જે આવી શોધ કરી ચુક્યા છે. ચંદ્રયાન હવે ચંદ્ર પરથી વિવિધ તસવીરો મોકલી રહ્યુ છે.
ચંદ્રયાન 3 નું લેન્ડર મોડ્યુલ ચંદ્ર પર લેન્ડ થઈ ચુક્યું છે અને તેના પછી રોવરને ચંદ્ર પર ઉતારામાં આવ્યું છે. ચંદ્ર પર અત્યાર સુધી જેટલા પણ મિશન થયા છે. તેના દ્વારા ધરતી પર ચંદ્રની સપાટીની તસ્વીરો મોકલતા રહે છે. ચંદ્રની તસવીરોમાં જોવા મળતા મોટા-મોટા ખાડાને લઈને લોકોના મનમાં વિવિધ જાતના સવાલો ઉઠી રહ્યા છે પરંતુ ખરેખર આ શું છે તેની ખબર નથી.
શાના કારણે પડ્યા છે આવા ખાડા
વાસ્તવમાં ચંદ્ર પર દેખાતા આ ખાડા ઉલ્કાપિંડ પડવાના કારણે થતા હોય છે. ચંદ્ર પર કેટલીક વાર બહુ જ ભારે ઉલ્કાપિંડ પડતા હોય છે. નાસાએ આવા કેટલાક ખાડાઓનું શોધખોળ કરી તેના વિશે જાણવાનો પ્રયાસ કર્યો છે. જેમા માહિતી પ્રમાણે જે કેટલાક કિલ્લોના ભારે પથ્થર પડવાના કારણે ચંદ્ર પર આવા મોટા ખાડા પડેલા છે.
હવા ન હોવાના કારણે આ ખાડા કોઈ પણ વસ્તુથી ભરાતા નથી
ચંદ્ર પર સેકડો વર્ષોથી ઉલ્કાપિંડ પડી રહ્યા છે, તેના કારણે તેમા એટલા લાખો ખાડા પડી ગયા છે. હવા ન હોવાના કારણે આ ખાડા કોઈ પણ વસ્તુથી ભરાતા નથી.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/VuRXAZ0

0 Comments