
ન્યૂયોર્ક,29 ઓગસ્ટ,2023, મંગળવાર
સમયે તળાવોનું પાણી પીંક કેમ જોવા મળે છે એ અંગે સંશોધન ન હતું થયું ત્યારે અનેક માન્યતાઓ જોવા મળતી હતી પરંતુ હવે ધ્યાનમાં આવ્યું છે કે ખાસ પ્રકારની એલ્ગી અને બેકટેરિયા જે પાણીને ગુલાબી રંગ પ્રદાન કરે છે. એલ્ગી અને બેકટેરિયા હોવા છતાં માનવ અને વન્ય જીવનને કોઇ પણ પ્રકારનું નુકસાન પહોંચાડતા નથી.
સામાન્ય રીતે જળાશયોનું પાણી હાથમાં લઇએ ત્યારે કાંચ જેવું પારદર્શક હોય છે. પાણીને પોતાનો કોઇ રંગ હોતો નથી પરંતુ દુનિયામાં કેટલાક અજાયબ તળાવો છે જેનું પાણી ગુલાબી રંગનું જણાય છે. ગુલાબી રંગના કારણે જ પીંક લેકસ તરીકે જાણીતા છે. એક સમયે તળાવનું પાણી પીંક કેમ જોવા મળે છે એ અંગે જયારે સંશોધન ન હતા થયા ત્યારે અનેક માન્યતાઓ જોવા મળતી હતી પરંતુ હવે ધ્યાનમાં આવ્યું છે કે ખાસ પ્રકારની એલ્ગી અને બેકટેરિયા જે પાણીને ગુલાબી રંગ પ્રદાન કરે છે.
એલ્ગી અને બેકટેરિયા હોવા છતાં માનવ અને વન્ય જીવનને કોઇ પણ પ્રકારનું નુકસાન પહોંચાડતા નથી. આ તળાવોમાં પણ ડેડ સી (મૃત સમુદ્ર)ની જેમ નમકની માત્રા વધારે જોવા મળે છે. આથી આ તળાવમાં તરવું સાવ સરળ બની જાય છે. નમક પર જ પેદા થતા બેકટેરિયાની ૧૦ પ્રજાતિ મળી જે ડૂનાલિયલા નામની આલ્ગી મળી જેના લીધે રંગ પીક અને લાલ જોવા મળે છે. આ તળાવ કોઇ એક નહી પરંતુ દુનિયાના વિવિધ ભાગોમાં જોવા મળે છે. આ લેકસનું ગુલાબી પાણી પર્યટકોને ખૂબ આકર્ષેતું રહે છે.

(૧) યુનચેંગ લેક - ચીન, ચીનના શાંકશી પ્રાંતમાં આવેલું યુનચેંગ લેકનું પાણી ગુલાબી રહે છે પરંતુ જયારે વરસાદ પછી પાણીની નવી આવક થાય ત્યારે ગ્રીન થઇ જાય છે જે ધીમે ધીમે ફરી ગુલાબી રંગ ધારણ કરવા લાગે છે. શેવાળમાંથી ખાસ પ્રકારનું રસાયણ નિકળે છે જે ઝીલને ગુલાબી રંગ આપે છે. દૂરથી જાણે કે ગુલાબી રંગનું ખોબોચિયું ભર્યુ હોય એવું મોહક જણાય છે. આ તળાવ હજારો વર્ષ જુનું હોવાનું માનવામાં આવે છે. યુનચેંગનો સમાવેશ દુનિયાના એક એવા લેકમાં થાય છે જયાંથી સોડિયમ સલ્ફેટ મળે છે. હજુ પણ ઔધોગિક રીતે મીઠાનું ઉત્પાદન કરવામાં આવે છે.

(૨) હિલિયર લેક, હટ લગૂન અને કવાયરિગ પીંક લેક- ઓસ્ટ્રેલિયા - હિલિયર લેક ઓસ્ટ્રેલિયાના પશ્ચિમ ભાગમાં મિડિલ આઇલેન્ડમાં આવેલું છે. આ લેકના પાણીને કન્ટેનરમાં ભરવામાં આવે તો પણ રંગ ગુલાબી જ રહે છે. આ લેકની લંબાઇ ૬૦૦ મીટર છે. પ્રાકૃતિક રીતે રેતના ટેકરાથી બનેલી એક સાંકળી પટ્ટી તેને સમુદ્રથી જુદું પાડે છે. આ ઝીલની શોધ ૧૮૧૨માં થઇ હતી. લેકની ચારે તરફ લગાવેલા પેપરબાર્ક અને યુકેલિપ્ટસના વૃક્ષો લેકની ખૂબસુરતીને ચાર ચાંદ લગાવે છે. હટ લગૂન પણ પશ્ચિમી ઓસ્ટ્રેલિયામાં હટ નદીના મુખના ઉત્તરી તટની નજીક આવેલું ૧૪ કિમી લાંબુ અને ૨ કિમી પહોળું ગુલાબી તળાવ છે. જયારે કવાયરિગ પીંક લેક- પશ્ચિમી ઓસ્ટ્રેલિયાના કવાયરિંગથી ૧૧ કિમી દૂર પૂર્વમાં બુ્રસ રોક રોડ પર આવેલું છે. અહીંયા એક રસ્તો લેકમાંથી પસાર થાય છે.

(૩) રેતબા લેક - સેનેગલ, સેનેગલ એટલાન્ટિક મહાસાગરના કાંઠે પશ્ચિમ આફ્રિકામાં આવેલો દેશ છે. આ દેશમાં આવેલું રેતબા નામનું પીંક લેક જાણીતું છે. કેપવર્ટ દ્વીપકલ્પની ઉત્તરે રાજધાની ડાકારની લગભગ ૩૫ ક્મી ઉત્તર પૂર્વમાં આવેલું છે. ડુનાલિએલા સેલિના નામની શેવાળ થતી હોવાથી પાણી ગુલાબી જણાય છે. જાન્યુઆરીથી માર્ચ મહિના દરમિયાન પાણીનો રંગ ઘાટો ગુલાબી હોય છે. સપ્ટેમ્બર મહિના આસપાસ મીઠાનું ઉત્પાદન લેવાય ત્યારે થોડાક સમય માટે ગુલાબી રંગ ગુમાવે છે.

(૪) સલિના ડી ટોરેવિએજા લેક- સ્પેન, આ પીંક લેક સ્પેનના દક્ષિણ પૂર્વી તટિય શહેર ટોરેવિએઝાના બહારના ભાગમાં આવેલું છે. શેવાળ અને નમકની માત્રા વધારે પ્રમાણમાં જોવા મળે છે. ઇઝરાયેલના મૃતસાગર જેવું વાતાવરણ જોવા મળે છે. આ લેકનું પાણી ત્વચા અને ફેફસા માટે આરોગ્યપ્રદ છે. લેકના બંને કાઠે પણ મીઠાના પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. આ લેક યુરોપના સૌથી ખારા અને સૌથી મોટા તળાવોમાંનું એક છે. અત્યંત ઘાટા ગુલાબી રંગના લીધે પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે. એલીકેન્ટથી થોડાક માઇલના અંતરે આવેલું પીંક લેક આસપાસ સુંદર કુદરતી વાતાવરણ ધરાવે છે.

(૫) ડસ્ટી રોઝ કેનેડા- બ્રિટીશ કોલંબિયા કેનેડામાં આ લેક આવેલું છે. ખૂબજ અસામાન્ય અને અનોખું છે. લેકનું પાણી જરાં પણ સોલ્ટી નથી, તેમાં કોઇ પણ પ્રકારની શેવાળ પણ જોવા મળતી નથી. સામાન્ય રીતે અન્ય ગુલાબી સરોવરો બેકટેરિયા અને શેવાળની હાજરીના લીધે રંગીન હોય છે જે તેમના ચયાપચયની આડ પેદાશ તરીકે ગુલાબી રંગદ્વવ્યો ઉત્પન્ન કરે છે. ડસ્ટી રોઝ લેકને કિસ્સામાં કોઇ પણ સુક્ષ્મજીવો નથી. એવું માનવામાં આવે છે કે આ લેકની આસપાસ ચટ્ટાનો અને ગ્લેશિયરમાંથી નિકળતી ધૂળના કારણે પાણી ગુલાબી રહે છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/9i4Fgbs
0 Comments