Image Freepic


તા. 13 ઓગસ્ટ 2023, રવિવાર 

જો તમારા સ્માર્ટફોનમાં રેમ ઓછી હોય તો ઘણીવાર તમારો ફોનમાં કોઈ એપ ખોલવામાં મુશ્કેલી પડતી હોય છે અને ફોન ધીરે કામ કરે છે. સ્માર્ટફોનનું પરફોર્મન્સ બુસ્ટ કરવા માટે કેટલીક ટિપ્સ આપવામાં આવી છે. 

બિલના પેમેન્ટથી લઈને ઓનલાઈન શોપિંગ સુધીના મોટાભાગના તમામ કામકાજ ફોનથી કરવામાં આવતા હોય છે

આજના જમનામાં મોબાઈલ ફોન આપણા જીવનનો એક મહત્વનો ભાગ બની ગયો છે. તેના વગર આપણાં ઘણાં કામો અટકી જાય છે. જેમા બિલના પેમેન્ટથી લઈને ઓનલાઈન શોપિંગ સુધીના મોટાભાગના તમામ કામકાજ તેના થકી થતા હોય છે. જો કોઈ કારણસર આ ગેજેટ ખરાબ થઈ જાય અથવા ધીમે-ધીમે કામ કરવા લાગે તો આપણને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આજે આ આર્ટિકલમાં  તમને કેટલીક ટિપ્સ આપી રહ્યા છીએ કે જે તમારા માટે ઉપયોગી નીવડશે. જ્યારે તમારો સ્માર્ટફોન હેંગ થઈ રહ્યો હોય અથવા જ્યારે તમે સતત તેમાં એક પછી એક એપ્સ ચલાવો છો તો તેના કારણે ફોનની સ્પીડ સ્લો થઈ જાય છે.

ફોનનું પરફોર્મન્સ આ રીતે બુસ્ટ કરો

ડેટા સેવર મોડઃ 

જો તમે સ્માર્ટફોન પર વધુ ઈન્ટરનેટનો ઉપયોગ કરો છો, તો તરત જ ડેટા સેવિંગ મોડને ઈનેબલ કરી દો.  આ મોડને તમે તમારા બ્રાઉઝરમાં પણ ચાલુ કરી શકો છો જેથી કરીને વેબપેજ કંપ્રેસ થઈ જાય અને તમારો ફોન ફાસ્ટ કામ કરવા લાગશે.

હોમ સ્ક્રીનને સાફ રાખોઃ 

ઘણીવાર એવું બને છે કે સ્માર્ટફોન હેંગ થઈ જાય છે અથવા એપ્સ લોડ થવામાં વધારે સમય લે છે. જેના કારણે ઈન્સ્ટોલ કરેલી એપ્સ અને તેની બેકગ્રાઉન્ડમાં સતત ચાલતી રહેતી હોય છે. તેના માટે તમારે કરવાનું છે માત્ર આટલું કામ કરવાનું છે કે તમારે એપ્સને કામ પૂરુ થયા પછી તરત તેને બંધ કરી દેવાની છે અને બેકગ્રાઉન્ડમાંથી પણ હટાવી દેવાની છે, જેથી તમારો ફોન ફાસ્ટ કામ કરવા લાગશે. જો તમે આમ નહીં કરો તો ફોનનું પરફોર્મન્સ ધીમુ રહેશે. 

બીજી એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે, એક સાથે એક સમયે ઘણી બધી એપ્સ ખોલશો નહીં. ખાસ કરીને આવા ફોનમાં જેની રેમ ઓછી હોય. આવુ કરવાથી ફોનની સ્પીડ ઘટી જશે કારણ કે પ્રોસેસર ઘણી એપ્સ પર બેકગ્રાઉન્ડમાં કામ કરી રહ્યું હોય છે. 

બિનજરૂરી એપ્સ હટાવી દો... 

ઘણીવાર એવુ બનતું હોય છે કે આપણા ફોનમાં એવી ઘણી એવી એપ્સ છે જેનો આપણે રોજ ઉપયોગ કરતા નથી. તો કેટલીક એપ એવી છે કે તેને મહિનાઓ સુધી તેનો ઉપયોગ નથી કરતા, તેથી આવી એપને કાઢી નાખો. આવી સ્થિતિમાં ફોનમાંથી આવી એપ્સને દૂર કરવાથી સ્માર્ટફોન લાઈટ અને ફાસ્ટ કામ કરવા લાગશે.

આ ઉપરાંત મોટી સંખ્યામાં જંક ફાઈલોને કારણે આપણો સ્માર્ટફોન સ્લો થઈ જાય છે. એટલા માટે આપણે સમયે-સમયે તેને ક્લિયર કરતા રહેવું જોઈએ.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/yQSF1ti