Image ISRO

તા. 9 ઓગસ્ટ 2023, બુધવાર 

ઈસરોએ Chandrayaan 3 ને  ચંદ્રમાના ત્રીજા ઓર્બિટમાં પહોચાડી દીધુ છે. હવે ચંદ્રયાન 174 km X 1437 km કિલોમીટરની નાની અંડાકારની કક્ષામાં ફરી રહ્યુ છે. ચંદ્રયાન-3 પોતાના નક્કી કરેલા ટારગેટથી સંભવતઃ આગળ ચાલી રહ્યુ છે. પરંતુ ઈસરો તરફથી તેની કોઈ પુષ્ટી કરવામાં આવી નથી. 

5 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રમાની પહેલી કક્ષામાં ચંદ્રયાન 3માં પહોચ્યું હતું

ઈસરોએ 9 ઓગસ્ટના રોજ બપોરના 1:40 મિનિટ પર ઓર્બિટમાં ચેન્જ કર્યો હતો. એટલે કે ચંદ્રયાન-3 ના થ્રસ્ટર્સને ઓન કરી લીધુ હતું. 5 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રમાની પહેલી કક્ષામાં ચંદ્રયાન 3માં પહોચ્યું હતું. ત્યારે તેણે ચંદ્રમાની પહેલી તસ્વીર મોકલી હતી. 

ચંદ્રયાન 3 ચંદ્રની ચારેય બાજુ 1900 કિલોમીટર પ્રતિ સેકન્ડની ગતિએ કરી રહ્યુ છે યાત્રા 

આ સમયે ચંદ્રયાન 3 ચંદ્રની ચારેય બાજુ 1900 કિલોમીટર પ્રતિ સેકન્ડની ગતિએ 164 X 18074 km ની અંડાકાર ઓર્બિટમાં યાત્રા કરી રહ્યુ હતું. જેને 6 ઓગસ્ટ 2023ના રોજ ઘટીને 170 x4313km ની ઓર્બિટમાં આવી ગયુ હતું. એટલે કે ચંદ્રમાની બીજી કક્ષામાં આવી ગયુ હતું. 



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/5PRgBnz