
ચંદ્રયાન-3ના રોવર પછી પ્રજ્ઞાન હવે ચંદ્રની સપાટી પર ચાલી રહ્યું છે. લેન્ડરે ન માત્ર ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું, પરંતુ ભારતને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર વિશ્વનો પ્રથમ દેશ પણ બનાવ્યો છે. આ દરમિયાન ઈસરોએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે ટચડાઉન પહેલા ચંદ્ર કેવો દેખાયો હતો. આ વિડીયો ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરના કેમેરા દ્વારા કેપ્ચર કરવામાં આવ્યો હતો.
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 24, 2023
All activities are on schedule.
All systems are normal.
🔸Lander Module payloads ILSA, RAMBHA and ChaSTE are turned ON today.
🔸Rover mobility operations have commenced.
🔸SHAPE payload on the Propulsion Module was turned ON on Sunday.
ચંદ્ર દર્શનનો 2 મિનિટ 17 સેકન્ડનો એક વીડિયો
ગઈકાલે ISRO એ તેના ટ્વિટર હેન્ડલ પર 2 મિનિટ 17 સેકન્ડનો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં ISRO એ લખ્યું છે કે, "લેન્ડર ઈમેજર કેમેરાએ ટચડાઉન પહેલા ચંદ્રની તસવીર કેપ્ચર કરી હતી." હાઈ-રિઝોલ્યુશન ઈમેજર કેમેરામાંથી ચંદ્રની સુંદર સપાટી વીડિયોમાં જોવા મળે છે. જેમ જેમ લેન્ડર નીચે જાય છે તેમ તેમ ચંદ્રની સપાટી વધુ સ્પષ્ટ અને મોટી થતી જાય છે. ક્લીપમાં વિક્રમ લેન્ડર લેન્ડિંગ સમયે છેલ્લી અમુક સેકંડમાં ધીમી ગતિએ ચંદ્ર સપાટી પર લેન્ડ થતું જોઈ શકાય છે.
ચાર તબક્કામાં લેન્ડિંગ કરવામાં આવ્યું
ચંદ્રયાન-3નું લેન્ડિંગ ચાર તબક્કામાં થયું હતું - રફ બ્રેકિંગ, એલ્ટિટ્યુડ હોલ્ડ, ફાઈન બ્રેકિંગ અને વર્ટિકલ ડિસેન્ટ. આ કામગીરી ખૂબ જ સચોટ રીતે થઇ હતી.
'પ્રજ્ઞાન' કેવી રીતે કામ કરશે?
રોવરના બે પેલોડ, પાણી અને અન્ય કિંમતી ધાતુઓની શોધમાં કરીને ડેટા એકત્રિત કરશે અને તેને લેન્ડરને મોકલશે. વિક્રમ લેન્ડર આ ડેટાને પૃથ્વી પર ટ્રાન્સમિટ કરશે. ચંદ્રયાન-2નું ઓર્બિટર પણ ડેટા પહોંચાડવામાં મદદ કરશે.
મિશનનું આયુષ્ય 14 દિવસ કેમ?
ચંદ્રયાન મિશનની લાઈફ એક ચંદ્ર દિવસની છે. ચંદ્રનો એક દિવસ એ પૃથ્વીના 14 દિવસ બરાબર છે. વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર 14 દિવસ સુધી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર રિસર્ચ કરશે. વિક્રમ અને પ્રજ્ઞાન માત્ર સૂર્યપ્રકાશમાં જ કામ કરી શકે છે, જેથી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર અંધારું થઈ જતા, તે 14 દિવસ પછી નિષ્ક્રિય થઈ જશે. 14 દિવસમાંથી હાલ બે દિવસ વીતી ગયા છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/gsA6yJI
0 Comments