
ખોટી માહિતી ફેલાતી રોકવી તેમજ ખોટી માહિતી અને સાચી માહિતી વચ્ચેની તફાવત જાણવો એ આ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સના યુગમાં મુશ્કિલ કામ છે. AI દ્વારા બનાવવામાં આવેલા ફોટો અને રીયલ ફોટો વચ્ચેનો તફાવત જાણવો ઘણીવાર મુશ્કિલ બની જતો હોય છે. Google દ્વારા આ ફ્રોડને રોકવામાં મદદ કરવાના પ્રયાસરૂપે, Google મંગળવારે ફોટો પર એક કાયમી વોટરમાર્ક ટૂલ લોન્ચ કર્યું છે. આ ટૂલનું નામ SynthID છે. આ ટૂલને જાહેર કરી દેવામાં આવ્યું છે.
આ રીતે કરશે AI ઈમેજની ઓળખ
Google દ્વારા લોન્ચ કરવામાં આવેલા SynthID ટૂલની મદદથી AI દ્વારા બનાવવામાં આવેલ ફોટો પર લાગેલા વોટરમાર્કને ઓળખી શકાય છે. જોકે આ વોટરમાર્કને નરી આંખે નહિ જોઈ શકાય.
પિક્સલમાં બનશે વોટરમાર્ક
Googleની ડીપ માઈન્ડ ટીમ દ્વારા આ ટૂલ તૈયાર કરવામાં આવ્યું છે. આ ટીમના મેમ્બર ડેમિસ હસાબિસ એ જણાવ્યું હતુ કે ફોટોના દરેક પિક્સલમાં વોટરમાર્ક લગાવવામાં આવશે. આ પ્રોસેસમાં ફોટોની ક્વોલીટીમાં કોઈ જ ફર્ક નહિ પડે.
ડેમિસ હસાબિસે શેર કરી ખુબ ઓછી ડીટેઈલ્સ
ડેમિસ હસાબિસે જણાવ્યું કે આ એક નવી સીસ્ટમ છે અને બ્લોગ પર પણ આ બાબતે ખુબ ઓછી જાણકારી આપવામાં આવી છે. તેમને એમ પણ જણાવ્યું કે જો આ બાબતે ખુબ વધુ માહિતી આપવામાં આવશે તો સ્કેમર અને ફ્રોડ કરવાવાળા લોકો આ સીસ્ટમથી બચવાનો રસ્તો પણ નીકાળી શકે છે. આથી પ્રાયવસી જાળવવીખુ જરૂરી છે.
ટૂલ બાબતે હજુ પણ ઘણા પ્રશ્નો છે વણઉકેલ્યા
Googleનું ટૂલ ઘણા લોકો માટે ઉપયોગી સાબિત થશે. પરંતુ હજુ એ નથી ખબર કે આ બધા જ AI દ્વારા બનાવવામાં આવેલો ઈમેજની ઓળખ કરશે કે માત્ર Googleના AI દ્વારા બનાવાયેલી ઈમેજની જ ઓળખ કરી શકશે. અથવા તો SynthID એ AI જનરેટેડ ફોટો કે વિડીયો માટે પણ ઘણા અન્ય માપદંડ નક્કી કરી શકે છે.
ભારત સહીત પૂરી દુનિયાના દેશોમાં થાય છે ફ્રોડ
ભારત સહીત ઘણા દેશોમાં ફ્રોડના કિસ્સાઓ જોવા મળે છે. ઘણા કિસ્સાઓમાં તો સ્કેમર AI ટૂલની મદદથી નકલી ચહેરા અને વોઈસ જનરેટ કરીને લોકોને છેતરતા હોય છે.
એવામાં કેરલમાં એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં એક વ્યક્તિને અજાણ્યા નંબર પરથી વિડીયોકોલ આવે છે. જેમાં કોલ કરનાર મહિલાનો ચહેરો અને અવાજ તેની ઓફીસની મિત્ર સાથે મળતો હતો. જે AI જનરેટેડ હતો. આ કોલ દરમ્યાન મહિલાએ અમુક રકમની જરૂરિયાત બાબતે વાત કરી અને પૈસા ટ્રાન્સફર કરવા કહ્યું હતું. આ બાદ પણ આ મહિલાએ ફરીવાર પૈસાની માંગણી કરતા આ વ્યક્તિને પોતાની સાથે સ્કેમ થયાનું સમજાયું હતું.
આ ઉપરાંત ગયા મહીને મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા સાથે પણ એક કિસ્સો બન્યો હતો. જેમાં તેમણે એક AI જનરેટેડ ફોટો શેર કરીને ચિંતા વ્યક્ત કરી હતી. તેમનો એક ફોટો આવ્યો હતો જેમાં તેમના કપડા પર હોળીના રંગો બતાવીને તેમને હોળી રમેલા બતાવ્યા હતા. આ ફોટો તેઓએ ટ્વીટ પણ કર્યો હતો.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/kt4aHCp
0 Comments