Image Envato 

તા. 19 ઓગસ્ટ 2023, શનિવાર 

ઈન્વર્ટર એક એવું સાધન છે કે જે વગર વીજળીએ પણ કેટલોક સમય કામ થઈ શકે છે. જે જગ્યા પર વીજળીનો પ્રોબલેમ હોય છે ત્યા આ ઈન્વર્ટર દ્વારા કામ ચલાવવામાં આવતું હોય છે. જે તમારુ કામ સરળ બનાવી નાખે છે. પરંતુ બીજા અન્ય ઈલેક્ટ્રોનિક સામાનની જેમ આની પણ સાર સંભાળ રાખવી જરુરી હોય છે. જો કે કેટલાક ઘરોમાં વર્ષોથી ઈન્વર્ટરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે છતા પણ તેને ઉપયોગ કરવા વિશે ચોક્કસ માહિતી હોતી નથી. 

કેટલાક લોકોના મનમાં સવાલ થતો હશે કે અમે તો કેટલાય વર્ષોથી ઈન્વર્ટરનો ઉપયોગ કરીએ છીએ પરંતુ તેને ઉપયોગ ન કરવામાં આવે તો શુ થાય તેના વિશે ખબર નથી હોતી. 

ઈન્વર્ટરને લાંબા સમય સુધી એટલે કે 2-3 અઠવાડિયા સુધી બંધ રાખવામાં આવે તો બેટરીનો બેકઅપ ટાઈમ ઓછો થઈ જાય છે. જો બેટરીના વોલ્ટેજ 10.8V સુધી નીચે આવી જાય તો બેટરી 12 કલાક માટે 13.8V માટે ફરી ચાર્જ કરવી જરુરી છે. 

આવું જરુરી નથી

તેમા એ જરુરી નથી કે ઈન્વર્ટરમાં થોડી ઓછી જુની બેટરી માટે 4 મહિનાથી વધારે અને વધારે જુની બેટરી માટે 3 મહિનાથી વધારે સમય સુધી બંધ ના રાખવી જોઈએ. નહિંતર તમારી બેટરી ડિસ્ચાર્જની વધુ પડતી ઊંડાઈને કારણે કાયમી ધોરણે નુકસાન થશે.

વીજળી બંધ થઈ જાય ત્યારે તમે ઈન્વર્ટરને મેન્યુઅલ મોડ પર ચાલુ કરી શકો છો

જ્યારે બેટરી સંપુર્ણ રીતે ચાર્જ થઈ જાય અને તેનો ઉપયોગ કરવાનો ના હોય તો તમારા ઈન્વર્ટરને સ્વિચ ઓફ એટલે કે બંધ કરી શકો છો. પરંતુ જો તમે 15 દિવસ અથવા એક મહિના માટે ઘરથી બહાર નથી જઈ રહ્યા તો આ બરોબર નથી.કારણ કે તેનાથી વીજળી બંધ થઈ જાય ત્યારે તમે ઈન્વર્ટરને મેન્યુઅલ મોડ પર ચાલુ કરી શકો છો અને તમારી બેટરી બેકઅપનો સમય પણ ઘટી જશે.




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/vJ2LWnf