પ્રજ્ઞાન રોવરનું કામ ચંદ્ર પરની સંશોધન માહિતી પૃથ્વી સુધી પહોંચાડવાની છે.
26 કિલો વજનવાળું રોવર ચંદ્ર પર એક સેકન્ડમાં એક સેમી જેટલું ચાલે છે. પ્રજ્ઞાન રોવરને ચંદ્ર ભ્રમણ સમયે રસ્તમાં એક ખાડો આવ્યો. 4 મીટર જેટલો મોટો ખાડો રસ્તામાં આવતા પ્રજ્ઞાન રોવરને સુરક્ષિત રીતે બીજા રૂટ પર મોકલવામાં આવ્યું હતું.
ISROએ સોમવારે બપોરે ટ્વિટ કરી ખાડા બાબતે જાણ કરી
પ્રજ્ઞાનનો આકાર રેકટેંગુલર પ્રકારનો છે. રોવર પ્રજ્ઞાન પર સોલર પેનલ લગાવેલા છે. આ બંને નેવિગેશન કેમેરા સહિત સાઇન્ટિફિક પેલોડથી લેસ છે. ISROએ સોમવારે બપોરે ટ્વિટ કર્યું હતું કે રોવરને તેનાથી ત્રણ મીટર દૂર એક ખાડો દેખાયો છે અને હવે તેને સુરક્ષિત માર્ગ પર મોકલવામાં આવ્યું છે.
રોવરને એક ચંદ્ર દિવસ પૂરો થવામાં બાકી છે માત્ર 10 દિવસ
એક ચંદ્ર દિવસ પૂરો થવામાં માત્ર 10 દિવસ બાકી છે ત્યારે સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC)ના ડિરેક્ટર નિલેશ એમ. દેસાઈએ રવિવારે જણાવ્યું હતું કે ચંદ્રયાન-3નું
રોવર મોડ્યુલ પ્રજ્ઞાન, ચંદ્રની સપાટી પર આગળ વધી રહ્યું છે. ISROના વૈજ્ઞાનિકો છ પૈડાવાળા રોવર દ્વારા દક્ષિણ ધ્રુવનું મહત્તમ અંતર કાપવા માટે કામ કરી રહ્યા છે.
23 ઓગસ્ટે જ્યારે ચંદ્રયાન-3 લેન્ડર મોડ્યુલ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડ થયું ત્યારે ભારતે અવકાશના ક્ષેત્રમાં એક વિશાળ છલાંગ લગાવી હતી. જેના કારણે ભારત આ ઐતિહાસિક સિદ્ધિ મેળવનાર પ્રથમ દેશ બન્યો છે.
ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતરાણ કરનાર અમેરિકા, ચીન અને રશિયા પછી ભારત ચોથો દેશ બન્યો છે
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/diRG3QY
0 Comments