Image : Freepik

નવી દિલ્હી,તા. 2 ઓગસ્ટ, 2023, બુધવાર 

મેટા એક નવો અને એડવાન્સ ચેટબોટ બનાવી રહ્યું છે, આ ચેટબોટ કોઇ પણ મોટી હસ્તીની પર્સનાલિટીમાં વાતચીત કરવાની આવડત ધરાવતુ હશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મેટાના આ ચેટબોટ્સ સપ્ટેમ્બરની શરૂઆતમાં લોન્ચ થઈ શકે છે.

મળતા રિપોર્ટ્સ અનુસાર, ફેસબુકની પેરેન્ટ કંપની વિવિધ પ્રકારના ચેટબોટ્સ તૈયાર કરી રહી છે જે અલગ-અલગ પર્સનાલિટીને દર્શાવશે. આ ચેટબોટની મદદથી મેટા પોતાના યૂઝર્સના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથેનો જુડાવ બનાવી રાખવા માંગે છે.  

મેટાના આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, કંપની આવા ચેટબોટ્સના પ્રોટોટાઈપ પર કામ કરી રહી છે, જે તેના યુઝર્સ સાથે માણસોની જેમ વાતચીત કરી શકતુ હોય.  

અબ્રાહમ લિંકનની જેમ વાતચીત કરશે 

રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ ચેટબોટમાંથી એક ચેટબોટ અમેરિકાના 16માં રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનની જેમ વાત કરી શકે છે. અન્ય ચેટબોટ ટ્રાવેલ વિકલ્પો વિશે વાત કરે છે. અહેવાલ મુજબ, આ ચેટબોટ યૂઝર્સને સર્ચ ફંક્શનની સાથે સાથે તેનીરિકમેન્ડેશન પણ આપશે. 

ગૂગલ અને એલેક્સા પ્લાનિંગ

Google એ ChatGPT બનાવનારી કંપની OpenAI ની જેમ લેંગ્વેઝ મોડેલ PaLM 2 પણ વિકસાવ્યું છે. આ સાથે એમેઝોન તેના વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ એલેક્સાને વધુ વાતચીત કરવા માટે AI સપોર્ટ લાવવાની પ્લાનિંગ કરી રહ્યું છે.

આ સાથે, Google તેના લેંગ્વેજ મોડલ (LLM) સાથે આસિસ્ટેંટને "સુપરચાર્જિંગ" અને "તેને વધુ સારું બનાવવા" પર પણ કામ કરી રહ્યું છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/GKHiYCR