Image : Twitter 

નવી દિલ્હી,તા. 1 ઓગસ્ટ 2023, મંગળવાર 

પોપ્યુલર ઇલેક્ટ્રિક ટુ વ્હીલર નિર્માતા ઓલા ઇલેક્ટ્રિક આજકાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. તેની પાછળનું કારણ તેમની કંપનીનો એક નવો કર્મચારી છે, જેનું નામ બીજલી રાખવામાં આવ્યુ છે, જેને અંગ્રેજીમાં ઇલેકટ્રીસિટી કહેવાય છે. નવી ટીમના મેમ્બરનું ઓફિશિયલી સ્વાગત કરતા કંપનીના સ્થાપક અને CEO ભાવિશ અગ્રવાલે તેમના ટ્વિટર પર પોસ્ટ કરીને દરેકને તેમની કંપનીના આ નવા સભ્યની મુલાકાત કરાવી છે. 

પોસ્ટ વાયરલ

સોશિયલ મીડિયા પર તેમની આ પોસ્ટ શેર કરતાની સાથે જ વાયરલ થઇ રહી છે. આ વાયરલ પોસ્ટમાં ભાવિશ અગ્રવાલે આ કર્મચારીનું કંપની આઈડી કાર્ડ ઓનલાઈન શેર કર્યું છે,આ પોસ્ટ શેર કરતા તેમને કેપ્શનમાં લખ્યું કે, 'નવા સહયોગી હવે ઓફિશિયલી રીતે આવી ગયા છે.' આ પોસ્ટ જોયા બાદ યુઝર્સ ખુશ થઇ ગયા છે, ડોગ લવરને ખાસ કરીને આ આઇડિયા ખુબ પસંદ આવી રહ્યો છે. લોકોને નવાઇ પણ લાગી રહી છે કે, કંપનીનો એક કર્મચારી એક ડોગી છે.

ડોગનું ID કાર્ડ

ડોગને આપવમામાં આવેલા આઇ કાર્ડમાં ઇલેક્ટ્રિકલ કર્મચારી કોડ 440V છે.જે તેના નામની જેમ હટકે છે. ID કાર્ડમાં કૂતરાનું બ્લડ ગ્રુપ પણ આપવામાં આવ્યું છે, જેમાં paw+ve લખેલું છે. આ સાથે આઈડી કાર્ડ પર ઓલા ઈલેક્ટ્રીકની બેંગલુરુ ઓફિસનું સરનામું લખવામાં આવ્યું છે.

કંપનીના કર્મચારીઓ સાથે સંપર્કમાં રહેવા માટે બિજલીના ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ 'Slack પર એક એડ્રેસ પણ બનાવવામાં આવ્યું છે. આ સાથે કંપનીએ બીજલીનો ઈમરજન્સી કોન્ટેક્ટ નંબર BA's Office રાખ્યો છે. 30 જુલાઈના રોજ શેર કરવામાં આવેલી આ પોસ્ટને અત્યાર સુધીમાં 145.3K વ્હુજ મળી ચૂક્યા છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/eRXUsg2