Source Twitter

તા. 19 ઓગસ્ટ 2023, શનિવાર 

સામાન્ય રીતે આકાશમાંથી વીજળી પડતી હોય છે પરંતુ અહી તમને ઉલટુ જોવા મળશે. ગ્વાટામાલામાં એક જ્વાલામુખી છે, જ્યાં  જ્વાળામુખીમાથી આકાશ તરફ વીજળી ત્રાટકતી જોઈ શકાય છે. એટલે ધરતી પરથી આકાશની તરફ વીજળી પડતી જોઈ શકાય છે. જેને રિવર્સ લાઈટિંગ કહેવામાં આવે છે. આ સાથે તેનો વીડિયો વાઈરલ થયો છે. કેટલાક ટ્વિટર હેન્ડલે આને ટ્વીટ કર્યો છે. 

એંટીગુઆ શહેરમાં આવેલો આકાટેનાંગો (Acatenango Volcano) એક સ્ટ્રૈટોવોલ્કૈનો છે. 

ગ્વાટેમાલામાં એક જ્વાળામુખી છે, જે ખૂબ જ ભયાનક છે. એંટીગુઆ શહેરમાં આવેલો આકાટેનાંગો (Acatenango Volcano) એક સ્ટ્રૈટોવોલ્કેનો છે. એટલે કે જ્યારે વસ્ફોટ થાય છે, ત્યારે તેની રાખ સ્ટ્રૈટોસ્ફેયર સુધી ફેલાય છે. એટલે સમગ્ર વાયુમંડળમાં ફેલાઈ જાય છે. તાજેતરમાં જ આ જ્વાળામુખીનો એક વીડિયો ટ્વિટર પર વાયરલ થયો છે.

અહીં 1924 થી 1927 ની વચ્ચે ઘણા વિસ્ફોટ થયા હતા

આ જ્વાળામુખીના દક્ષિણ ભાગમાં પેસિફિક મહાસાગર છે. જ્યારે ઉત્તર બાજુએ ગ્વાટેમાલાના પર્વતીય વિસ્તારો છે. આધુનિક ઈતિહાસમાં તેના વિસ્ફોટ વિશે માહિતી ઘણી ઓછી છે. 1924 થી 1927 ની વચ્ચે તેમાં ઘણા વિસ્ફોટ થયા હતા. આ પછી 1972માં વિસ્ફોટ થયો હતો. ત્યારબાદ તેમાંથી નીકળેલી રાખ અને લાવા 25 કિલોમીટર દૂર સુધી ફેલાયા હતા, પરંતુ અહીં મુખ્ય વિસ્ફોટ 1900 અને 5000 વર્ષ વચ્ચે થયો હતો.

આકાટેનાંગો જ્વાલામુખી 3976 મીટર એટલે કે 13045 ફુટ ઉંચો છે

બહુ જ થોડી સેકન્ડનો વીડિયો જોવા મળી રહ્યો છે, મળતી માહિતી પ્રમાણે આ ગયા મહિનાનો વીડિયો છે. આકાટેનાંગો જ્વાલામુખી 3976 મીટર એટલે કે 13045 ફુટ ઉંચો છે. તેની આસપાસ કેટલાક બીજા પણ જ્વાળામુખી છે. જેના કારણે તેને ટ્રેસ હરમાનાસ એટલે કે ત્રણ બહેનો કહેવામાં આવે છે. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે આ જ્વાળામુખીનો એક ક્રેટર નથી. તેની ઉપર પાંચથી વધુ જગ્યાઓ પર વિસ્ફોટ થાય છે. આ જ્વાળામુખીમાં છેલ્લા બે લાખ વર્ષથી વિસ્ફોટ થતો જોવા મળે છે. 



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2P5DfVs